કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM: અશ્વિની ઉપાધ્યાય
નવી દિલ્હી, 7 એપ્રિલ: પાર્ટી વિરોધી ગતિવિધીઓના આરોપમાં કાઢવામાં આવેલા અશ્વિની ઉપાધ્યાયે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ટ્વિટર પર પ્રહાર કર્યો છે. અશ્વિની ઉપાધ્યાયે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલનો એજંડા ત્રિશંકુ સંસદનો છે. જેથી તે કોઇ મોટી ડીલ કરી શકે. અરવિંદ કેજરીવાલ માટે પહેલાં પોતાનો સ્વાર્થ, પછી પાર્ટી અને ત્યારબાદ રાષ્ટ્રહિત આવે છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે અમન ડીલ 2013 હેઠળ આમ આદમી પાર્ટીનો હેતુ 350થી વધુ સીટો પર ચૂંટણી લડવાનો અને વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીને સમર્થન કરવાનો છે. તો બીજી તરફ કોંગ્રેસ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે અરવિંદ કેજરીવાલનું અને હરિયાણા માટે યોગેન્દ્ર યાદવનું સમર્થન કરશે.
સોમવારે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી પોતાની ટ્વિટમાં ઉપાધ્યાયે કહ્યું હતું કે રાષ્ટ્રીય સલાહકાર પરિષદની સદસ્યતા માટે અરવિંદ કેજરીવાલે કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ડીલ થયા બાદ 2005માં કોંગ્રેસ નેતા આશીષ તલવારની સાથે જર્મની પણ ગયા. અશ્વિની ઉપાધ્યાય અપીલ કરતાં કહ્યું હતું કે મીડિયા અરવિંદ કેજરીવાલ પાસે આ તે પ્રશ્નોના જવાબ માંગે.
તેમનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે નાસ્તિક વ્યક્તિ છે. પરંતુ ફક્ત વોટો માટે તેમણે શિવગંગ ટ્રેનથી યાત્રા કરી, ગંગામાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ ગયા. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલની સાથે જ કુમાર વિશ્વાસને લઇને ટ્વિટ કર્યું છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું છે કે ચાર એપ્રિલના રોજ નોઇડામાં કુમાર વિશ્વાસે મને કહ્યું હતું કે પાર્ટી પર કોમ્યુનિસ્ટોનો કબજો થઇ ગયો છે જેના લીધે એજંડા બદલાઇ ગઇ છે. એટલા માટે પાર્ટીમાં પરિવર્તન જરૂરી થઇ ગયું છે.
આ પહેલાં રવિવારે કરવામાં આવેલા ટ્વિટમાં અશ્વિની ઉપાધ્યાયે અરવિંદ કેજરીવાલ પર ખોટું બોલવાનો આરોપ લગાવતાં માફી માંગવાનું કહ્યું હતું. અશ્વિની ઉપાધ્યાયે ટ્વિટ કર્યું હતું કે 'મેં ક્યારેય લોકસભાની ટિકીટ માંગી નથી. ખોટું બોલવા બદલ અરવિંદ કેજરીવાલ માંફી માંગે અથવા પછી તે સાબિત કરે કે મેં લોકસભાની ટિકીટ માંગી હતી. આમ આદમી પાર્ટીના ફાઉન્ડર સભ્યોમાં રહેલા અશ્વિની ઉપાધ્યાયને તાજેતરમાં જ પાર્ટી વિરોધી ગતિવિધીઓને તગેડી મુકવામાં આવ્યા હતા.

અશ્વિની ઉપાધ્યાયે કર્યું ટ્વિટ
અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે નાસ્તિક વ્યક્તિ છે. પરંતુ ફક્ત વોટો માટે તેમણે શિવગંગ ટ્રેનથી યાત્રા કરી, ગંગામાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ ગયા. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલની સાથે જ કુમાર વિશ્વાસને લઇને ટ્વિટ કર્યું છે.
|
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
|
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
|
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
કેજરીવાલ રાહુલને બનાવશે PM, કોંગ્રેસની મદદથી પોતે બનશે CM
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
