હરિયાણામાં રાહુલ ગાંધીનું સપનું રોળાયું, AAP-કોંગ્રેસનું ગઠબંધન ન થયું, જાણો કારણો

haryana assembly elections 2024: 9 સપ્ટેમ્બર, 2024ના રોજ આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 20 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના AAPના આ પગલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, હરિયાણામાં રાજકીય દંગલ પહેલા કોંગ્રેસ અને AAP વચ્ચે વાતચીત થઈ નથી, અને તેમનું ગઠબંધન થશે નહીં. આ અહેવાલમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેમ થઈ ન શક્યું એના કારણે જાણીશું.

હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસ-આપ ગઠબંધન થઈ શક્યું નથી. ડીલની નિષ્ફળતા માટે ત્રણ મહત્વપૂર્ણ કારણો આપવામાં આવ્યા હતા.

AAPને 20 સીટો જોઈતી હતી. બાદમાં તેણે નવ માટે સંમત થવું પડ્યું. જોકે, કોંગ્રેસ પાંચથી વધુ આપવા માંગતી ન હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી પાંચ બેઠકો પર સહમત થઈ હોત, પરંતુ કોંગ્રેસ પોતાની પસંદગીની બેઠકો આપવાનું ટાળી રહી હતી.

બીજું કારણ - બંને પક્ષો પોતાને મજબૂત માને છે. કોંગ્રેસ પાસે તેની સંપૂર્ણ કેડર છે, જ્યારે AAPની પણ બે રાજ્યોમાં સરકારો છે.

haryana assembly elections 2024

સોદો ન થવાનું ત્રીજું કારણ એ હતું કે, કોંગ્રેસના ઉદયભાન-ભુપેન્દ્ર હુડ્ડા શરૂઆતથી જ આ ગઠબંધનની તરફેણમાં ન હતા.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, AAPના સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસના પ્રભાવશાળી નેતાઓ એ સંભાવનાઓને નષ્ટ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટમાં કોંગ્રેસના નેતાઓને ટાંકીને વધુ માહિતી આપવામાં આવી હતી કે, બેઠકોની પસંદગીને લઈને મતભેદો વધુ છે.

કોંગ્રેસ કલાયત, પેહોવા, કલાયત, જીંદ, ગુહલા અને સોહના (આપ આ હેઠકો ઇચ્છતી હતી) જે બેઠકો છોડવા તૈયાર ન હતી.

AAP સૂત્રોએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસ તેને નબળી બેઠકો આપી રહી છે. અન્ય એક સુત્રે દિલ્હી કોંગ્રેસમેન પર આક્ષેપ કર્યો હતો.

ડીલ સુધી પહોંચવામાં નિષ્ફળતા 2025ની દિલ્હી ચૂંટણીમાં મહત્વના સહયોગીઓ સાથે આવવાની ઈન્ડિયા બ્લોકની તકોને અસર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X