આમ આદમીનો જંગ હવે ભાજપ સંગ
નવી દિલ્હી, 30 ડિસેમ્બરઃ નરેન્દ્ર મોદીને હવે અરવિંદ કેજરીવાલને ગંભીરતાથી લેવાની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મોદી કોંગ્રેસ અને તેના નેતાઓની ટીકા કરતા આવ્યા છે, પરંતુ એવું લાગે છે કે, ભાજપ આ વિધાનસભાની ચૂંટણીમાંથી શીખ લેવાનું ચૂકી ગયુ છે. કોંગ્રેસ અંધકારમાં જતી રહી છે અને મોદીનું મિશન સફળ થતું જોવા મળી રહ્યું છે. તેમણે હવે જૂનુ વલણ છોડીને નવા પડકારો અંગે વિચારવાની જરૂર છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીતે અરવિંદને દેશની નવી આશાના રૂપમાં ઉભા કરી દીધા છે. આ આશાઓ છે, જ્યાં થોડા સમય પહેલા મોદીના નામની માળાઓ ઝપવામાં આવતી હતી.

કેજરીવાલ હવે માત્ર નેતા કે મુખ્યમંત્રી સુધી સીમિત નથી. તે દેશના એક મોટા વર્ગમાં નૈતિક અને સમજદાર વ્યક્તિ બનીને ઉભર્યા છે. મોદી એક જનનેતા, કુશળ પ્રશાસક, નીતિ-નિર્માતા અને સારા વક્તા બની શકે છે, પરંતુ વાત દેશની આમ જનતાની નસ પકડવાની હોય તો, તે કેજરીવાલ કરતા ઘણા પાછળ છે.
મોદી સામે એ સમસ્યા છે કે તે કેજરીવાલ જેવા બની શકે છે. કેજરીવાલ પાસે તક છે કે તે ઇચ્છે તો મોદીનો વિરોધ કરી શકે છે. મોદી પર રમખાણના દાગ, તેમને મળેલી હાલની ક્લિનચીટ તેમની સૌથી મોટી કમજોરી બનીને ઉભરી રહી છે, જ્યારે કેજરીવાલની સ્વચ્છ છબી તેમની સૌથી મોટી મજબૂતી છે. બન્નેનો પોત-પોતાનો અંદાજ છે. મોદી પોતાની દરેક વાતમાં જૂની વાતનો નજરઅંદાજ કરીને આગળ વધે છે અને કેજરીવાલ શાનથી પોતાના વર્તમાન વિજયનો ઉદઘોષ આપીને ચાલી રહ્યાં છે. સાથે જ પોતાની જૂની વાતો દરરોજ જનતાને યાદ અપાવે છે.
મોદીને લઇને બીજી સમસ્યા એ છે કે મતદાતાઓનો એક મોટો વર્ગ તેમની નજીક જતા કતરાય છે. 2002ના રમખાણોને લઇને ભલે અદાલતો મોદીને ક્લિનચીટ આપી દે, અથવા મોદી જાતે જ પોતાના શબ્દોમાં સફાઇ આપે, પરંતુ એક વર્ગ છે, તેમ છતાં તેઓ મોદીના મતદાતા નહીં બને. તેની બીજી તસવીર એ છે કે, કેજરીવાલ સર્વમાન્ય નેતા તરીકે સહેલાયથી ઢળી શકે છે. મોદીની છબીને લઇને કોઇપણ સો ટકા સકારાત્મક અથવા નકારાત્મક નથી. તે ક્યાંકને ક્યાંક ભ્રામક છબીના જનનેતા છે.
જો આમ આદમી પાર્ટી પોતાનું સામ્રાજ્ય દેશભરમાં ફેલાવાનો નિશ્ચય કરે છે તો આ ભાજપ માટે ચિંતાનો એક વિષય બની શકે છે. દેશના ઉત્તરી રાજ્યોમાં આપ કોંગ્રેસનો કરીને સારો વિક્લપ આપી શકે છે. ચૂંટણી પૂર્વે આપ પાર્ટીના આ ઉલટફેર પર વિશ્વાસ મુકી શકાય છે.
જો આવુ થાય છે તો મુખ્ય જંગ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે. મોદીનું કોંગ્રેસ વિરોધી વલણ ત્યારે કોઇ કામ નહીં આવે. કોંગ્રેસથી નારાજ મતદાતા મોદી માટે નવી રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી ગયા છે. થોડા સમય પહેલા આ મતદાતાઓ પાસે કોંગ્રેસ વિરુદ્ધ મોદી સિવાય અન્ય કોઇ વિકલ્પ નહોતો. હવે જોવાનું એ રહ્યું કે, મોદી અને કેજરીવાલ વચ્ચેના ચૂંટણી જંગમાં કોનો સૂરજ ઉગે છે અને કોની નાવડી ડૂબે છે.
તેનાથી એવો અર્થ કાઢી શકાતો નથી કે આગામી ચૂંટણી દિલ્હીમાં થઇ તે રીતે થવાની છે. રાષ્ટ્રીય રાજધાનીની બહાર કેજરીવાલ અને તેમની પાર્ટીનું કોઇ અસ્તિત્વ નથી. મે સુધી રાજકીય જમીન તૈયાર કરવા માટે તેમની પાસે સમય ઓછો છે. દિલ્હીમાં આપ પાર્ટીને ઉભૂ થવામાં એક વર્ષ લાગ્યું હતુ. હવે તો અન્ય રાજ્યોમાં પોતાની હાજરી નોંધાવવા માટે તેમની પાસ માત્ર ત્રણ મહિના છે. પરંતુ આ પડકારને અસંભવ કહીં શકાય નહીં.
જો તમે દિલ્હીમાં એક નવો ઇતિહાસ રચી શકો છો તો દેશભરમાં તેનું પુનરાવર્તન કરવું અશક્ય સમાન નથી. જો આપ પાર્ટીની સરકાર, નીતિો દિલ્હીમાં કારગર સાબિત થાય છે, કેજરીવાલ પોતાના વચનોને પૂર્ણ કરે છે, અથવા તે ઇમાનદારી, નૈતિકતા, સામાજિકતા પર અડગ રીતે ઉભા રહે છે, તો કોઇ પણ દળ માટે કેજરીવાલને રોકવા સહેલુ નહીં રહે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
