સરકારે આપી મોટી રાહત, જન્મ-મૃત્યુની નોંધણી કરાવવા માટે હવે નહિ આપવુ પડે આધાર કાર્ડ
ડિરેક્ટોરેટ ઓફ ઈકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા લોકોને મોટી રાહત આપવામાં આવી છે. હવે આધારની નોંધણી કર્યા વિના, તમે રજિસ્ટ્રાર જનરલ પાસે નોંધણી કરાવી શકો છો. આ માટે તમારે આધાર નંબર આપવાની જરૂર નથી.
વાસ્તવમાં, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને RGIની ઓફિસમાં જન્મ અને મૃત્યુની નોંધણી માટે આધારને પ્રમાણિત કરવાની જરૂર નથી, આ માટે ડેટાબેઝનો ઉપયોગ કરી શકાય છે.

જન્મ અને મૃત્યુ અધિનિયમ 1969 હેઠળ, વપરાશકર્તાએ હવે ફક્ત હા કે ના પસંદ કરવાનું રહેશે કે તે આધાર સાથે વેરિફિકેશન કરવા માંગે છે કે નહીં. જો હા, તો આધારના ડેટા બેઝથી સંબંધિત તમામ માહિતીની ચકાસણી કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયાના કાર્યાલયને જન્મ અને મૃત્યુની નોંધણી કરતી વખતે તેને આધાર સાથે ચકાસવાની મંજૂરી આપી છે. જો કે, આ નોંધણી માટે આધાર કાર્ડ જરૂરી નથી.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય તરફથી 27મી જૂને એક ગેજેટ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ગેઝેટ જણાવે છે કે RGI ઓફિસ જન્મ અને મૃત્યુની નોંધણી દરમિયાન આધાર ડેટાબેઝનો ઉપયોગ કરી શકે છે.
મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વેરિફિકેશન માટે આધારનો ઉપયોગ કરી શકે છે. અગાઉ 2002માં, મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકાર સારી આજીવિકા અને જાહેર ભંડોળનો દુરુપયોગ ન થાય તે માટે જાહેર હિતમાં આધાર દ્વારા ચકાસણીની મંજૂરી આપી શકે છે.
નિયમ મુજબ, મંત્રાલય અથવા રાજ્ય સરકારે આધાર ડેટાનો ઉપયોગ કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવો પડશે અને તેના કારણો જણાવતા કેન્દ્ર સરકારને અરજી કરવી પડશે, ત્યારબાદ UIDAI દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
