Karnataka Election : કોંગ્રેસે સરકાર બનશે તો મુસ્લિમ અનામતને ફરીથી લાગુ કરવાનો વાયદો કર્યો

કર્ણાટક ચૂંટણીમાં એક પછી એક મુદ્દા આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે મુસ્લિમ અનામતને લઈને મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસ પાર્ટી ઘણા વાયદાઓ કરી રહી છે ત્યારે હવે પાર્ટીઓ મુસ્લિમોને વધુ એક વાયદો કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ મુસ્લિમ મતદારોને ખેંચવા મોટો વાયદો કરતા કહ્યું છે કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુસ્લિમોની 4 ટકા અનામતને ફરીથી લાગુ કરવામાં આવશે.

Karnataka Election

કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે શુક્રવારે અનામતની વાત દોહરાવતા કહ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો 4 ટકા મુસ્લિમ ક્વોટા ફરીથી લાગુ કરાશે. તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની ગૂંચવણ વગર અમે અમારી બે યાદીઓ જાહેર કરી છે, ભાજપ તેના ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરી શકી નથી. તેમણે કહ્યું કે અમારી સરકાર આવતા જ અમે અનામતનો મુદ્દો રદ્દ કરીશું અને લઘુમતીઓના હિતોનું રક્ષણ કરીશું.

અહીં તમને જણાવી દઈએ કે, માર્ચમાં કર્ણાટકમાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની સરકારે અન્ય પછાત વર્ગ ક્વોટા હેઠળ મુસ્લિમો માટે 4 ટકા અનામત નાબૂદ કરવાની અને આ 4 ટકા ક્વોટા પ્રભુત્વ ધરાવતા વોક્કાલિગા અને લિંગાયતોમાં સમાન રીતે વહેંચવાની જાહેરાત કરી હતી. આ સિવાય મુસ્લિમોને EWS ક્વોટા હેઠળ આપવામાં આવતા લાભ પણ આપવામાં આવ્યા નથી.

કર્ણાટક સરકારની આ જાહેરાત પછી વોક્કાલિગાને છ ટકા અનામત લિંગાયતોને ગ્રુપ 2(c) અને 2(d) હેઠળ સાત ટકા અનામત મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X