Bharat Jodo Yatra : ખાલિસ્તાની સમર્થક સંગઠને આપી ભારત જોડો યાત્રાને પંજાબમાં રોકવાની ધમકી
શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાને રોકવાનું એલાન આપ્યું છે. શીખ ફોર જસ્ટિસના નેતા 10 જાન્યુઆરીના રોજ પંજાબમાં ભારત જોડો યાત્રાના આગમનની જાણકારી ખુદ રાહુલ ગાંધીએ આપી હતી.
Bharat Jodo Yatra : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 10 જાન્યુઆરીના રોજ પંજાબ પહોંચવાની છે. આ સાથે ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સમર્થક સંગઠનો શીખ ફોર જસ્ટિસે ધમકી ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી છે. આ ધમકી પંજાબની એક કોલેજની દિવાલ પર લખીને આપવામાં આવી છે. આ સાથે આ દિવાલ પર કોંગ્રેસનો વિરોધ કરતા નારાઓ પણ લખ્યા હતા.

શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ પંજાબમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાને રોકવાનું એલાન આપ્યું છે. શીખ ફોર જસ્ટિસના નેતા પન્નુએ એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધીના નામની સાથે દિવાલો પર વાંધાજનક સૂત્રો લખેલા જોવા મળે છે. ગુરુપતવંત દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયો મુક્તસર સાહિબમાં બનેલો હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે, આ મુક્તસર સાહિબની કોલેજનો વીડિયો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા સપ્ટેમ્બરની શરૂઆતમાં તમિલનાડુ સ્થિત રામેશ્વરથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી આ યાત્રાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દક્ષિણ ભારતમાંથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાન પહોંચી છે. રાજસ્થાન બાદ ભારત જોડો યાત્રા 10 જાન્યુઆરીએ હરિયાણા અને પછી આમ આદમી પાર્ટી શાસિત રાજ્ય પંજાબમાં પ્રવેશ કરશે.
10 જાન્યુઆરીના રોજ પંજાબમાં ભારત જોડો યાત્રાના આગમનની જાણકારી ખુદ રાહુલ ગાંધીએ આપી હતી. રાહુલ ગાંધીએ આપેલી માહિતી બાદ જ ખાલિસ્તાની સમર્થક સંગઠને પંજાબમાં ભારત જોડો યાત્રાને રોકવાની ધમકી આપી છે. બીજી તરફ શીખ ફોર જસ્ટિસ દ્વારા કોંગ્રેસની મુલાકાતની ધમકી આપતો વીડિયો જાહેર થયા બાદ પંજાબ પોલીસ સતર્ક થઈ ગઈ છે. પંજાબ પોલીસે ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
