જૂની પેન્શન યોજનાની માંગ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ પ્રદર્શન, જાણો શું છે માંગ?
દિલ્હીના રામલીલા મેદાનમાં ફરી એક વખત જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ પ્રદર્શન શરૂ કર્યુ છે. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ દ્વારા આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે વિવિધ રાજ્યો, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના વિરોધ દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ મંચ પર પહોંચ્યા હતા.

અહીં દેશભરમાંથી એકઠા થયેલા આ કર્મચારીઓ તેમની માંગના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. પ્રદર્શનકારીઓની દલીલ છે કે, જૂની પેન્શન યોજના તેમનો અધિકાર છે અને તે ભીખ નથી માંગી રહ્યા. પરંતુ તેમના અધિકારની માંગ કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓમાં સામેલ મહારાષ્ટ્રના પુણેથી આવેલા જીતેન્દ્ર નામના એક પ્રદર્શનકારીએ જણાવ્યુ કે, દેશમાં જૂની પેન્શન સ્કીમ 2004થી બંધ છે અને મહારાષ્ટ્રમાં 2005થી બંધ છે. અમને નવી પેન્શન સ્કીમ નથી જોઈતી, અમને શેર માર્કેટ સ્કીમ જોઈતી નથી. બંધારણ પણ કહે છે કે જૂની પેન્શન અમારો અધિકાર છે.
આ પ્રદર્શનકારીઓ એનપીએસ ખાનગીકરણ ભારત છોડો અને જૂનુ પેન્શન પુનઃસ્થાપિત કરો જેવા નારા લગાવી રહ્યા હતા. દેશભરમાંથી એકઠા થયેલા આ પ્રદર્શનકારીઓ તેમની માંગના સમર્થનમાં પ્લેકાર્ડ લઈને આવ્યા હતા અને એકસરખી ટોપીમાં જોવા મળ્યા હતા.
વિરોધીઓની દલીલ છે કે, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, પંજાબ જેવા ઘણા રાજ્યોમાં જૂની પેન્શન પુનઃસ્થાપિત કરી શકાય તો પછી તેને આ દેશમાં લાગુ કરવામાં શું વાંધો છે?
અહીં પ્રદર્શનકારીઓએ સરકારને ચેતવણી આપી છે કે, ચૂંટણી દરમિયાન પણ વોટ ફોર ઓપીએસ જેવું અભિયાન ચલાવવામાં આવશે. જણાવી દઈએ કે, છેલ્લી કેટલીક વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ જેવા વિપક્ષી દળોએ હિમાચલ પ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાનું વચન આપ્યું હતું, જેનો ફાયદો તેમને ચૂંટણીમાં પણ મળ્યો છે.
2024ની લોકસભાની ચૂંટણી પહેલા અને આ વર્ષે આગામી મહિનામાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ અભિયાનને તેજ કરવામાં આવ્યું છે, જેથી કેન્દ્ર સરકાર પર દબાણ લાવી શકાય.
જણાવી દઈએ કે, જૂની પેન્શન યોજના હેઠળ કર્મચારીને તેના છેલ્લા પગારનો અડધો ભાગ માસિક પેન્શન તરીકે મળતો હતો. પરંતુ નવી પેન્શન સિસ્ટમમાં સરકારે તેના બદલે વૈકલ્પિક સુવિધાઓ આપી છે. લાંબા સમયથી આ માંગ થઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
