ટ્રક ભરીને લાશો વચ્ચે ચાલી રહ્યા હતા એક શ્વાસ, આપવિતી સાંભળીને રૂહ કાંપી જશે
કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માત બાદ હજુ પણ લોકો પોતાના સ્વજનોનો શોધી રહ્યા છે. તંત્ર પણ મૃતકોના મૃતદેહને સ્વજનો સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી કર્યું છે ત્યારે એક રૂહ કંપાવી દેનારી ઘટના સામે આવી છે.
સામે આવેલી આ ઘટના એક એવા વ્યક્તિની છે જેને મૃત જાહેર કરીને લાશોના ઢગલામાં મુકી દેવાયો. જો કે તેના નસીબ સારા હશે કે તેના ચાલી રહેલા શ્વાસ પર કોઈની નજર ગઈ અને તેની જીંદગી બચી ગઈ.

અહેવાલો અનુસાર, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત બાદ એક ઘાયલને બેભાન અવસ્થામાં ભૂલથી મૃતદેહ સાથે ટ્રકમાં મુકી દેવાયો હતો. બિસ્વજીત મલિક નામના આ વ્યક્તિ સમયસર ભાનમાં આવી જતા રેસ્ક્યુ ટીમને સંકેત આપવામાં સફળ રહ્યો અને હવે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
24 વર્ષીય બિશ્વજીત ગંભીર રીતે ઘાયલ છે અને બોગીમાંથી કોઈપણ રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો.બોગીમાંથી બહાર નીકળ્યા પછી રેલવે ટ્રેક પર ક્રોસ કરતી વખતે તે બેભાન થઈ ગયો હતો.
આ દરમિયાન બિસ્વજીતને મૃત માની રેસ્ક્યુ કરનારાઓએ તેને અન્ય મૃતદેહો સાથે ટ્રકમાં ચડાવી દીધો. ટ્રકમાં બિસ્વજીતને અચાનક હોશ આવતા તેને રેસ્ક્યુ ટીમને સંકેત આપ્યા અને જીવ બચી ગયો. બિસ્વજીતના પિતાએ આ માહિતી આપી હતી.
બિસ્વજીતના પિતા હેલારામ મલિક અનુસાર, બિસ્વજીતે જાતે જ ટ્રેનમાંથી ઉતર્યા પછી અમને કોઈક રીતે બોલાવ્યા. તેના હાથથી લોહી વહેતું જોઈને તે બેહોશ થઈ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાને 8-10 મૃતદેહોના ઢગલા વચ્ચે જોયો.
તેમના કહેવા પ્રમાણે, વિશ્વજીતના જમણા હાથ પર ઈજા થઈ હતી પરંતુ તેનો ડાબો હાથ ઠીક હતો. તેથી તેણે હાથ હલાવવાનું શરૂ કર્યું. બચાવકર્મીઓનું ધ્યાન દોર્યા બાદ તેને મૃતદેહોના ઢગલાથી અલગ કરીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો.
ઘાયલ પુત્રને ગોપાલપુરથી કારમાં કોલકાતા લઈ ગયેલા તેના પિતાએ જણાવ્યુ કે, બિસ્વજીતને મૃતદેહોના ઢગલાથી અલગ કરીને તેને શબઘરની જગ્યાએ ગોપાલપુર હોસ્પિટલ ખસેડાયો.
અહીં તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભયંકર અકસ્માતમાં 275 લોકોના મોત થયા છે અને 1,170 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. હાલ પણ 300 લોકો સારવાર લઈ રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
