PUBG રમવાના કારણે પોતાના પપ્પાના ખાતામાંથી 50,000 રૂપિયા ચોરી કર્યા
પબજી ગેમ સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની ગઈ છે. ભારતમાં પણ આ ગેમનો ક્રેઝ ખુબ વધુ છે અને દિવસ દિવસે વધતો જ જાય છે.
પબજી ગેમ સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય બની ગઈ છે. ભારતમાં પણ આ ગેમનો ક્રેઝ ખુબ વધુ છે અને દિવસ દિવસે વધતો જ જાય છે. આ ગેમની ચર્ચા તેનાથી સંબંધિત ઘટનાઓ વિશે વધુ શરૂ થઈ ગઈ છે. આ દિવસોમાં દેશના કોઈના કોઈ ભાગમાંથી આ ગેમ વિશે કોઈને કોઈ ખોટી ખબર આવી રહી છે. જેનાથી હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ ગેમની આપણા દેશના બાળકો અને યુવાઓ પર ખોટી અસર પડે છે.

થોડા દિવસ પહેલા જ અમે તમને એક સમાચાર વિશે જણાવ્યું હતું કે એક છોકરાએ પબજી ગેમ રમવા દરમિયાન પાણીની જગ્યાએ એસિડ પી લીધું. હવે આજે એક ઘટના સામે આવી છે કે એક છોકરાએ તેના જ પિતાના ખાતામાંથી 50,000 રૂપિયાની ચોરી પબજીનું ગેમ કંટ્રોલર ખરીદવા કરી હતી. પંજાબના જલંધરનો 15 વર્ષનો છોકરો ધોરણ 10 માં અભ્યાસ કરે છે તેને પબજી રમવા માટે તેને કેટલીક પબજી સંબંધિત વસ્તુઓ ખરીદવાની હતી અને તેને ઘણા પૈસાની જરૂર હતી. તેના માટે છોકરાએ તેના પિતાના ખાતામાંથી 50,000 રૂપિયા ચોરી લીધા હતા.
પબજી માટે 50,000 રૂપિયાની ચોરી
છોકરાના પિતાએ પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવી હતી કે તેના ખાતામાંથી 50,000 રૂપિયાની ચોરી થઈ અને તેના માટે તેની પાસે કોઈ ઓટીપી પણ નથી આવ્યો અને કોઈપણ ટ્રાન્ઝેક્શન માટે કોઈ એસએમએસ પણ નથી આવ્યો. જ્યારે પોલીસે કેસ દાખલ કર્યો અને તપાસ શરૂ કરી, ત્યારે એવું જાણવા મળ્યું કે તેમના ખાતામાંથી પૈસા એક પેટિઍમ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્તાન ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે સાયબર સેલના ઇનચાર્જે જણાવ્યું હતું કે, "અમને ખબર પડી કે પૈસા ફરિયાદીના ખાતામાંથી પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તે પૈસાનો ઉપયોગ પબજી ગેમની કેટલીક વસ્તુઓ ખરીદવા માટે થયો હતો. આ પછી પેટીએમ સ્ટાફની મદદથી એવું જાણવા મળ્યું કે જે પેટીએમ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે તે છોકરાના મિત્રનું હતું. તે પછી છોકરાએ પોતે સ્વીકાર્યું કે તેણે પૈસા તેના પિતાના એકાઉન્ટમાંથી તેના મિત્રના પેટીએમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા અને તેનાથી પબજીની વસ્તુ ખરીદી હતી. આ વાતની ખબર પડતા ફરિયાદીએ તેની ફરિયાદ પાછી લઇ લીધી હતી.
આ ઘટના પછી ફરી એકવાર તે સ્પષ્ટ થઈ ગયું કે પબજીની ખરાબ સંગત દેશના બાળકોને તેની પકડમાં લઈ રહી છે. તેનાથી બચવા માટે, સરકારએ કેટલાક કડક પગલાં લેવાની જરૂર છે. માતા-પિતાએ પણ તેમના બાળકો પર નજર રાખવાની જરૂર છે જેથી તેઓ પબજી અથવા પબજી જેવી ગેમોની ખરાબ લતમાં ન જાય.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
