Ayodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરાઈ
Ayodhya Verdict: કોર્ટના ફેસલા પહેલા 8 અસ્થાયી જેલ તૈયાર કરાઈ
લખનઉઃ રામ જન્મભૂમિ વિવાદ પર સુપ્રીમ કોર્ટની સુનાવણી પૂરી થયાના તરત બાદ સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેસલો સંભળાવી શકે છે. સુપ્રીમ કોર્ટના ફેસલાને ધ્યાનમાં રાખી અયોધ્યામાં આકરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારના અસામાજિક તત્વોથી નિપટવા માટે પ્રશાસન તૈયારી કરી રહ્યું છે. આના માટે જિલ્લા પ્રશાસને આંબેડકરનગરની કોલેજમાં આઠ અસ્થાયી જેલ તૈયાર કરી છે. આ જેલ આંબેડકરપુર, ટાંડા, જલાલપુર, જૈતપુર, ભિટી અને અલ્લાપુરમાં તૈયાર કરાઈ છે.

સ્કૂલોમાં બની અસ્થાયી જેલ
આંબેડકરપુરના ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ઈન્સપેક્ટરે આ બાબતે એક પત્ર જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ સ્ટેશન ઈન્ચાર્જને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવે, જેથી સ્કૂલની અંતર જેલ તૈયાર કરી શકાય. કોર્ટના ફેસલાથી પહેલા આખા અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે, આખા શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે, જે બાદ કોઈપણ જગ્યાએ 4થી વધુ લોકોનું એકઠું થવું ગેરકાનૂની હશે.

જલદી જ ફેસલો આવી શકે છે
જણાવી દઈએ કે અયોધ્યા મામલાની સુનાવણઈ 16 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની સંવૈધાનિક પીઠે કરી લીધી છે. જે બાદ કોર્ટ જલદી જ આ મામલે પોતાનો ફેસલો સંભળાવી શકે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ 17 નેમ્બરે રિટાયર થઈ રહ્યા છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે જસ્ટિસ રંજન ગોગોઈના રિટાયર થતા પહેલા કોર્ટ પોતાનો ફેસલો સંભળાવી શકે છે. કોર્ટના ફેસલા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ યોગી સરકારને અયોધ્યામાં આકરી સુરક્ષા વ્યવસ્થાના ઈંતેજામ કરવા ચેતવ્યા છે.

કડક સુરક્ષા વ્યસ્થા
ગુપ્તચર રિપોર્ટનો હવાલો આપતા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે યૂપી સરકાર વધુમાં વધુસુરક્ષાકર્મીઓને તહેનાત કરે, સાથે જ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની અફવાથી સખ્તાઈથી નિપટવામાં આવે. કેન્દ્ર સરકારે પણ 40 કંપનીઓને અયોધ્યા મોકલી છે. જેમાં 4000 સીએપીએફ અને પેરામિલિટ્રીના જવાનોને અયોધ્યામાં મોકલવામાં આવ્યા છે. સાથે જ સીઆરપીએફની 16 કંપનીઓ, આઈટીબીપીની 6 કંપનીઓ, સીઆઈએસએફ, એસએસબી અને આરએએફની 6-6 કંપનીઓ તહેનાત કરવામાં આવી છે. સીઆરપીએફની 13 કંપનીઓને પહેલા જ અહીં મોકલી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
