સુપરવુમન: દેવું ઉતારવા માટે ટાઈપિંગ કરે છે આ 72 વર્ષીય મહિલા, સેહવાગે શેર કર્યો વિડીયો
કહેવાય છે કે કંઈક શીખવા માટે, કંઈક કરવા માટે કોઈ ઉંમર નથી હોતી. જો તમારી પાસે કંઈક કરવા માટે નું જુનૂન હોય, તો પછી ઉંમર કંઈપણ બગાડી શકે નહિ.
કહેવાય છે કે કંઈક શીખવા માટે, કંઈક કરવા માટે કોઈ ઉંમર નથી હોતી. જો તમારી પાસે કંઈક કરવા માટેનું જુનૂન હોય, તો પછી ઉંમર કંઈપણ બગાડી શકે નહિ. મધ્ય પ્રદેશના સિહોરમાં રહેતા લક્ષ્મીબાઈએ આ વાત સાચી સાબિત કરી છે. 72 વર્ષીય લક્ષ્મી પોતાનું ઘર ચલાવવા માટે ડીએમ ઓફિસમાં ટાઈપિંગનું કામ કરે છે. લક્ષ્મીનો વિડીયો સૌપ્રથમ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગએ સોશીયલ મીડિયા પર શેર કર્યો હતો, ત્યાર પછી વિડીયો વાયરલ થઇ ગયો છે.

ડીએમ ઓફિસની બહાર ખૂબ ઝડપી ટાઈપિંગ
મધ્યપ્રદેશના સિહોરમાં રહેતાં લક્ષ્મીબાઈ ડીએમ ઓફિસની બહાર ખૂબ ઝડપી ટાઇપ કરે છે. તેમની ટાઈપિંગની ઝડપ જોઈને લોકોને વિશ્વાસ નથી થતો કે લક્ષ્મીની ઉંમર 72 વર્ષ છે. માથા પરનું દેવું ઉતારવા અને ઘરના ખર્ચને ચલાવવા માટે લક્ષ્મી ડીએમ ઓફિસની બહાર કાગળો લખે છે. તેમણે એ સાબિત કરી દીધું છે કે જીવનમાં કંઈક કરવાની તમન્ના હોય તો કોઈ કામ કે કોઈ ઉંમર મુશ્કેલ નથી.
|
હું ભીખ માગી શકતી નથી
લક્ષ્મીબાઈએ જણાવ્યું હતું કે આ ઉંમરે પણ તેઓ તેમના માથા પરનું દેવું ઉતારવા માટે આ કાર્ય કરી રહ્યા છે. લક્ષ્મીએ કહ્યું કે તેમની પુત્રીનો અકસ્માત થયો હતો, જેની સારવાર માટે તેમણે લોન લીધી હતી.'હું ભીખ માગી શકતી નથી. મને ડી.સી. રાઘવેન્દ્ર સિંહ અને એસડીએમ ભાવના વિલાંબેની મદદથી આ નોકરી મળી.' લક્ષ્મીએ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને પણ તેનો વિડીયો શેર કરવા બદલ આભાર માન્યો છે. લક્ષ્મીએ કહ્યું હતું કે તેમને દેવું ચૂકવવા અને રહેવા માટે ઘર માટે તેમને મદદની જરૂર છે.
|
ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લક્ષ્મીબાઈનો વિડીયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો
તમને જણાવીએ કે થોડા દિવસો પહેલા ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે લક્ષ્મીબાઈનો વિડીયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. સુપરવુમન તરીકે લક્ષ્મીબાઈનું વર્ણન કરતા સેહવાગે લખ્યું હતું કે યુવાનોને શીખવું જોઈએ કે કંઈક શીખવા માટે કોઈ ઉંમરનો અવરોધ નથી હોતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
