દિલ્હીમાં વધુ એક દરિંદગી, 7 મહિના પ્રેગનન્ટ મહિલાને જીવતી સળગાવી
બવાનામાં 7 મહિનાની ગર્ભવતી મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ પેટ્રોલ નાખીને સળગાવી. મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે અને હવે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નવી દિલ્હી : દિલ્હી પર કોઈને ખરાબ નજર પડી હોય તેમ એક પછી એક ખતરનાક ઘટનાઓ સામે આવી રહી છે. હજુ કાંઝાવાલા અકસ્માત કેસના ડાઘ ભુંસાયા નથી ત્યાં હવે દિલ્હીમાં વધુ એક દરિંદગી સામે આવી છે. મળી રહેલી વિગતો અનુસાર, દિલ્હીના બવાનામાં 7 મહિલાની ગર્ભવતી મહિલાને તેના જ પરિવારજનોને જીવતી સળગાવી છે.

મળતી વિગતો અનુસાર, 7 મહિનાની ગર્ભવતી મહિલાને પેટ્રોલ નાખીને આગ લગાવાઈ છે. આરોપ છે કે મહિલાના સાસરિયાઓએ જ પેટ્રોલ નાખીને ગર્ભવતી મહિલાને સળગાવી હતી. હવે આ ઘટનાને લઈને મહિલા આયોગ એક્શનમાં છે અને દિલ્હી પોલીસને નોટીસ મોકલી છે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટીસ મોકલી પુરી ઘટનાની માહિતી માંગી છે. આ મુદ્દે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, બવાનામાં 7 મહિનાની ગર્ભવતી મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ પેટ્રોલ નાખીને સળગાવી. મહિલા ગંભીર રીતે દાઝી ગઈ છે અને હવે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અમે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે. અમે પીડિતને તમામ શક્ય મદદ પણ આપી રહ્યા છીએ. દિલ્હીમાં ગુનાખોરી વધી રહી છે!
આ મુદ્દે દિલ્હી પોલીસે જણાવ્યુ કે, ઘાયલ સાત મહિનાની ગર્ભવતી છે અને તેની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનામાં તેનો પતિ વીર પ્રતાપ પણ દાઝ્યો છે. પીડિતાના નિવેદન મુજબ, એક છોકરાએ પેઇન્ટ થિનર ફેંક્યા પછી તે સળગી હતી.
આ મુદ્દે પીડિતાના ભાઈનો આરોપ છે કે, પીડિતાને તેના સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને તેને સળગાવી દેવામાં આવી છે. આ બાબત એસડીએમ નરેલાના ધ્યાન પર લાવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
