પંજાબમાં 664 આમ આદમી ક્લિનિક, 55 હજારથી વધુ લોકોની સારવાર કરાઈ
પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન એક પછી એક ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે. આ ક્રમમાં જ બનેલા પંજાબના આમ આદમી ક્લિનિક લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પટિયાલામાં માતા કૌશલ્યા જિલ્લા હોસ્પિટલમાં ઈમરજન્સી અને પીડિયાટ્રિક વોર્ડનું ઉદ્ઘાટન કર્યું હતુ.

બન્ને નેતાઓ દ્વારા ઉદ્ધાટન બાદ સીએમ ભગવંત માને કહ્યું કે, દિલ્હીના મોહલ્લા ક્લિનિક્સની તર્જ પર પંજાબમાં અત્યાર સુધીમાં 664 આમ આદમી ક્લિનિક્સની સ્થાપના કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 55 હજાર લોકોને સારવાર આપવામાં આવી છે.
મુખ્યમંત્રી ભગવંત માને આગળ કહ્યું કે, અમે પંજાબના લોકોને સ્વાસ્થ્યની ગેરંટી આપી હતી, જે અંતર્ગત મિશન સેહતમંદ પંજાબ શરૂ કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ પંજાબમાં દિલ્હીના મોહલ્લા ક્લિનિકની તર્જ પર આમ આદમી ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હાલમાં પંજાબમાં 664 આમ આદમી ક્લિનિક કાર્યરત છે.
સીએમ ભગવંત માને આગળ કહ્યું, કે અમે જિલ્લા હોસ્પિટલો અને પીએચસી કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. અમારી સરકારે અત્યાર સુધીમાં 550 કરોડ રૂપિયાનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
તેમણે કહ્યું કે, અમે દિલ્હીના મોહલ્લા ક્લિનિક મોડલમાં ફેરફાર કર્યો છે અને તેને પંજાબમાં લાગુ કર્યો છે. આગામી 6-7 મહિનામાં પંજાબની 80 ટકા હોસ્પિટલોને અપગ્રેડ, આધુનિક અને અપડેટ કરવામાં આવશે.
માતા કૌશલ્યા જિલ્લા હોસ્પિટલમાં નવા ઈમરજન્સી અને પીડિયાટ્રિક વોર્ડનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો કોઈની તબિયત સારી નથી તો તેની તમામ સારવાર, ટેસ્ટ, દવાઓ, ઓપરેશન, બધું જ મફતમાં મળશે.
અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, આ વર્ષે પંજાબમાં લગભગ 600 આમ આદમી ક્લિનિક્સની સ્થાપના કરવામાં આવી છે, હવે બીજી અને ત્રીજી શ્રેણીની હોસ્પિટલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, માન સરકાર દ્વારા પંજાબની હોસ્પિટલોનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે જ ત્યાં સારવાર અને ટેસ્ટ બધું જ ફ્રી હશે. 3 કરોડ પંજાબીઓ સ્વાસ્થ્ય ચક્ર મેળવી રહ્યા છે. આમ આદમી પાર્ટીની સરકાર 550 કરોડ રૂપિયા ખર્ચીને પ્રથમ તબક્કામાં 40 જિલ્લા હોસ્પિટલોને બદલવાની યોજના બનાવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
