કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ, બેંગલુરુની એક સ્કૂલના 60 છાત્રો નીકળ્યા કોરોના સંક્રમિત
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક બોર્ડિંગ સ્કૂલના 60 છાત્રો કોરોના પૉઝિટિવ જોવા મળ્યા બાદ હોબાળો મચી ગયો છે.
બેંગલુરુઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં એક બોર્ડિંગ સ્કૂલના 60 છાત્રો કોરોના પૉઝિટિવ જોવા મળ્યા બાદ હોબાળો મચી ગયો છે. આ વિશે માહિતી આપીને જિલ્લાધિકારી મંજૂનાથે મીડિયાને કહ્યુ કે ઈલેક્ટ્રોનિક સિટીની શ્રી ચૈતન્ય રેસિડેન્સિયલ સ્કૂલની એક છાત્રાને તાવ અને ઉલટીની ફરિયાદ હતી તે બાદ તેનો કોરોના ટેસ્ટ થયો જેમાં સંક્રમિત મળી અને ત્યારબાદ બધા બાળકોનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં 60 છાત્રો કોવિડ પૉઝિટિવ જોવા મળ્યા.

જિલ્લાધિકારીએ જણાવ્યુ કે 60 છાત્રોમાંથી 14 તમિલનાડુના છે અને 46 કર્ણાટકના વિવિધ ભાગોમાંથી આવે છે. જે છાત્રાને તાવ હતો તેનો ઈલાજ લેડી કર્ઝન અને બૉરિંગ હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે. ડીએમે કહ્યુ કે 7 દિવસની અંદર અમે એક વાર ફરીથી બાકીના સ્ટુ઼ડન્ટ્સના ટેસ્ટ કરીશુ. અમે 105 રેપિડ એંટીજન ટેસ્ટ અને 424 આરટી-પીસીઆર ટેસ્ટ કર્યા છે. બધા સંક્રમિત છાત્રોનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. બધા સ્ટુડન્ટ્સ હાલમાં સ્કૂલ કેમ્પસમાં ક્વૉરંટાઈન છે. એક ખાનગી આરોગ્ય સુવિધાના કર્મચારીઓ તેમની દેખરેખ કરી રહ્યા છે. સ્કૂલ હવે બંધ કરી દેવામાં આવી છે અને બધુ ઠીક રહ્યુ તો 20 ઓક્ટોબર કે તે બાદ સ્કૂલ ખોલવામાં આવી શકે છે.
તમને જણાવી દઈએ કે 5 સપ્ટેમ્બરે સ્કૂલો ખોલવામાં આવી હતી. 22 શિક્ષકો અને 485 છાત્રો સહિત 57 સંપૂર્ણપણે વેક્સીનેટેડ કર્મચારીઓ સાથે રેગ્યુસર સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી પરંતુ 26 સપ્ટેમ્બરે એક છાત્રા, જે બેલ્લારીથી આવી હતી તેમાં તાવ, ઉલટી અને ઝાડા જેવા લક્ષણ દેખાયા હતા ત્યારબાદ તેનો કોરોના ટેસ્ટ થયો જેમાં તે પૉઝિટિવ નીકળી અને ત્યારબાદ બધા સ્ટુડન્ટ્સ અને સ્ટાફનો ટેસ્ટ થયો જેમાં 60 સ્ટુડન્ટ્સમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળ્યુ પરંતુ બધા સ્ટાફ મેમ્બર્સ નેગેટીવ મળ્યા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
