5000 ખ્રિસ્તીઓએ ક્રિસમસ પર અપનાવ્યો હિંદુ ધર્મ
લખનઉ, 26 ડિસેમ્બર: યુપીના આગરા, અલીગઢ, કાસગંજ, બરેલી, બદાયૂં, બિજનૌર, શાહજહાંપુર, મેનપુરી અને ફીરોજાબાદમાં બુધવારે સાડા પાંચ હજારથી વધુ લોકોએ ખ્રિસ્તી ધર્મને અલવિદા કહેતાં હિંદુ ધર્મમાં પુનરાવર્તન કર્યું.
સૌથી વધુ ધર્માંતર અલીગઢમાં થયું, જ્યાં 2000 લોકો હિંદુ બન્યા, દરેક જગ્યાએ રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ સાથે જોડાયેલા ધર્મ જાગરણ સમિતિના ક્રિસમસના દિવસે આ બધાનું શુદ્ધિકરણ અને વૈદિક મંત્રોથી યજ્ઞ-અનુષ્ઠાન કરાવીને હિંદુ ધર્મ ગ્રહણ કરાવ્યો. હિંદુ ધર્મ ગ્રહણ કરનાર લોકોમાં મોટાભાગના લોકોનું કહેવું હતું કે તેમને કેટલાક પ્રલોભનોમાં આવીને ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. શાહજહાંપુરમાં સાત મુસ્લિમોએ પણ હિંદુ ધર્મ અપનાવ્યો છે.

કેસની થશે તપાસ
બિજનૌરમાં ધર્માંતરની જાણકારી મળતાં વહિવટીતંત્રએ આખા કેસની તપાસ કરાવવાની વાત કહી છે. આગરા, કાસગંજ તથા ફિરોજાબાદના પાંચ સોથી વધુ પરિવાર (લગભગ 1600 લોકો) ખ્રિસ્તી ધર્મ છોડીને ફરીથી હિંદુ બની ગયા છે.
આગરામાં કાર્યક્રમમાં મેયર ઇન્દ્રજીત આર્ય પણ હાજર હતા. કાસગંજના સરસ્વતી વિદ્યા મંદિરમાં યોજાયેલ સમારોહમાં (350 પરિવાર લગભગ 1000 લોકો) અને ફિરોજાબાદમાં 66 પરિવારો (200 લોકો)એ ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરી હિંદુ ધર્મમાં ફરીથી આસ્થા વ્યક્ત કરી છે.
કાર્યક્રમોમાં આરએસએસ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ હિંદુવાદી સંગઠનોના નેતા હાજર રહે. બરેલીમાં છસ્સો લોકોએ હિંદુ ધર્મનો અંગીકાર કર્યો. આર્ય સમાજી સ્વામી યશસ્વી આર્યએ તેમના પર ગંગાજળ છોડ્યું અને જનોઇ પહેરાવી. મંત્રોના ઉચ્ચારણની સાથે યજ્ઞમાં આહુતિ આપીને તેમનું હિંદુ ધર્મમાં પુનરાગમન કર્યું હતું. બદાયૂમાં દ્રોપદી દેવી ઇન્ટર કોલેજ પરિસરમાં ધર્મ રક્ષા યજ્ઞ અને ઘર પુનરાવર્તન કાર્યક્રમ હેઠળ ધર્માંતર કરી ખ્રિસ્તી બનેલા બસ્સો વીસ પરિવારના 918 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
