કાકીના આડા સંબંધોમાં બાળકની હત્યા, શ્વાને ખાધી લાશ
લખનઉ: ઉત્તરપ્રદેશની રાજધાની જઘન્ય અપરાધોનો ગઢ બની ચૂકી છે. હાલમાં જ ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિની સાથે બળાત્કાર, અને હવે માત્ર 5 વર્ષના બાળકની હત્યા. હત્યા અને તે પણ આડા સંબંધોના કારણે. આ મામલો મડિયાંવ પોલીસ સ્ટેશન હદનો છે. જ્યાં ત્રણ દિવસ પહેલા પાંચ વર્ષના બાળકના અપહરણની ખબર હતી. પોલીસે ત્યારે આ કેસને ગંભીરતાથી નહોતો લીધો અને એટલે જ આજે બાળકની જગ્યાએ તેની લાશ મળી છે. લાશ નહીં માત્ર બાળકનું માથું જ મળ્યું છે કારણ કે ધડ તો રસ્તા પરના શ્વાન ખાઈ ગયા હતા.....
વાત એમ હતી કે મડિયાંવમાં રહેતી એક મહિલાના લગ્નેત્તર સંબંધો તેના ભાડુઆત સાથે હતા. આ લગ્નેત્તર સંબંધો અંગે ભાડુઆતના મિત્રોને જાણ હતી ત્યારે તો કોઈ બબાલ ન થઈ. પરંતુ જ્યારે આ વાત આ મહિલાની જેઠાણીને ખબર પડી ત્યારે બબાલ મચી ગઈ. લગ્નેત્તર સંબંધ ધરાવતી મહિલાએ પોતાની જેઠાણી સાથે બદલો લેવાની ગાંઠ બાંધી લીધી અને પોતાના પ્રેમી સાથે મળીને પાંચ વર્ષના માસુમનું અપહરણ કરી લીધુ.
અપહરણકર્તાઓએ 10 લાખની ખંડણીની માંગ કરી હતી. પણ બુધવારે સવારે ખબર પડી કે બાળકની હત્યા કરી નાખવામાં આવી છે. અને લાશને રાયબરેલીના રોડ પર ફેંકી દેવામાં આવી છે. આ વાતને સાંભળીને જાણે કે પરિવાર પર આભ ફાટ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો.
પોલીસે આ મામલે મહિલાના પ્રેમી અને તેના મિત્રની ધરપકડ કરી છે. પૂછપરછમાં બાળકના હત્યારાએ જણાવ્યું હતુ કે બાળકની હત્યા ચાલતી બાઈક પર ગળું દબાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ લાશને રાયબરેલીના મહોલ્લાગંજ વિસ્તારમાં ફેંકી દીધી હતી.
મડિયાંવના પોલીસ ઈન્સપેક્ટરે જણાવ્યું કે બાળકની લાશને શ્વાન ખાઈ ગયા છે. માત્ર માથું મળી આવ્યું છે. અને હાથ પગના કેટલાક ભાગ. હાલમાં તો પોલીસે આ મામલે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ પણ હાથ ધરી છે.

લખનઉમાં બાળકની હત્યા
લખનઉમાં આ બાળકની હત્યા કરવામાં આવી.

બાળકની માતાની હાલત દયનીય
બાળકની માતાના હાલ બેહાલ છે. બાળકના અપહરણના દિવસથી માતાએ ખાવાનું છોડી દીધું છે.

મડિયાંવ પોલીસ સ્ટેશનનો ઘેરાવ
મડિયાંવ પોલીસ સ્ટેશન પર પરીજનો પહોંચ્યા હતા અને ઘેરાવ કર્યો હતો.

બાળકના પરીજનોની હાલત
બાળકના પરીજનો પર વીજળી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા.

પોલીસ પર કેસને દબાવવાના આરોપ
બાળકના દાદાનું કહેવુ છે કે બાળક જીવતું છે, પોલીસ કઈંક છુપાવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
