પ્રેમમાં ફસાવીને માણતો સંબંધ, ગર્લફ્રેન્ડની સાથે કરતો હતો ક્રાઇમ
બિકીની કિલરના નામથી જાણીતા ચાર્લ્સ શોભરાજના જીવન પર બનેલી ફિલ્મ "મૈં ઔર ચાર્લ્સ" આવતીકાલે એટલે કે 30 ઓક્ટોબરના રોજ ફિલ્મી પડદે રિલીઝ થઇ રહી છે. "મૈં ઔર ચાર્લ્સ"માં રણદીપ હુડ્ડા ચાર્લ્સનો કીરદાર નિભાવી રહ્યાં છે. જ્યારે ફિલ્મને પ્રવાલ રમણે ડાયરેક્ટ કરી છે.
વર્ષ 1970ના દશકમાં સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક દેશોમાં વિદેશી પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવનાર ચાર્લ્સ શોભરોજ ચોરી અને છેતરપીંડિનો પણ અઠંગ ખિલાડી હતો. દિલ્હીની તિહાડ જેલમાંથી ભાગવાથી લઇને માત્ર 20 વર્ષની યુવતી સાથે લગ્ન કરવા સુધીની ચાર્લ્સની જીવન અને ગુનાની યાત્રા ઘણી રોચક છે. ત્યારે ફિલ્મી પડદે ચાર્લ્સને નિહાળતા પહેલા આવો જાણીએ રીઅલ લાઇફમાં ચાર્લ્સ શોભરાજ વિશે કેટલાક તથ્યો.

નામ અને જન્મ
શોભરાજનો જન્મ વિયેતનામમાં થયો હતો. વિયેતનામી માં અને ભારતીય પિતાની સંતાન ચાર્લ્સ શોભરાજનું સાચુ નામ હતચંદ ભાઓનાની ગુરૂમુખ ચાર્લ્સ શોભરાજ છે.

પ્રેમ, સેક્સ અને હત્યા
ચાર્લ્સને ક્રાઇમની દુનિયામાં બિકની કિલરના નામે ઓળખવામાં આવે છે. જી હા, 1970ના સમયમાં તેણે 24 લોકોની હત્યા કરી હતી. જેમાંથી મોટાભાગની વિદેશી પ્રવાસી મહિલાઓ હતી. તે વિદેશી પ્રવાસી મહિલાઓને નશા વાળી દવા આપીને, તેની સાથે સંબંધ બનાવીને તેમની હત્યા કરી નાખતો હતો.

તિહાડ જેલમાંથી ફરાર
ચાર્લ્સે વર્ષ 1976માં ભારત ફરવા આવેલા એક ફ્રેંચ ગૃપને મોતની નિદ્રામાં ધકેલી દીધુ હતુ. આ સાથે જ ચાર્લ્સને ઇઝરાયેલી ટુરીસ્ટની હત્યાના આરોપમાં સાત વર્ષની સજા મળી હતી. ત્યારબાદ તે વર્ષ 1986માં પોતાના સાથીઓ સાથે તિહાડ જેલમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ પકડાયો હતો અને સજા પૂરી કરીને ફ્રાંસમાં જતો રહ્યો હતો. ત્યારબાદ નેપાળયાત્રા દરમ્યાન તેને પકડીને આજીવન કારાવાસની સજા આપી દેવામાં આવી હતી. હાલમાં ચાર્લ્સ નેપાળની જેલમાં બંધ છે.

નિહિતા સાથે પ્રેમ
નેપાળમાં સજાના દિવસો દરમ્યાન ચાર્લ્સને એક નેપાળી યુવતી નિહિતા વિશ્વાસ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેલમાં જ બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના સમયે નિહિતા માત્ર 20 વર્ષની જ્યારે ચાર્લ્સ 64 વર્ષનો હતો. જો કે નિહિતા પણ ખુલ્લેઆમ ચાર્લ્સ સાથે પ્રેમનો સ્વીકાર કરી ચૂકી છે.

ગર્લફ્રેન્ડની સાથે કરતો હતો ક્રાઇમ
આમ તો ચાર્લ્સે ઘણી યુવતીઓ સાથે સંબંધો બનાવ્યા છે. પરંતુ સૌથી ફેમસ લવ અફેર થાઇલેન્ડમાં તેની ગર્લફ્રેન્ડ મેરી એન્ડ્રીની સાથે હતુ. ચાર્લ્સે મેરીની સાથે ઘણા ગુનાઓને અંજામ આપ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
