આ પાંચ કારણોથી છે નમો સરકાર Perfect સરકાર...!
નવી દિલ્હી, 18 જૂન: નરેન્દ્ર મોદીની સરકારે દેશ અને દુનિયા ખૂબ જ આશા ભરેલી નજરોથી જોઇ રહી છે. સત્તામાં આવ્યા પહેલા ભાજપ દ્વારા આપવામાં આવેલા વચનોએ જનતાના મનમાં એક સારા ભવિષ્ય માટેનો વિશ્વાસ પેદા કર્યો છે. જે યૂપીએ સરકાર ગુમાવી બેઠી હતી. પરંતુ જે રીતે નરેન્દ્ર મોદીએ જનતામાં પોતાનો વિશ્વાસ પેદા કર્યો છે તે રીતે તેમણે અને તેમના કેબિનેટે જનતાના વિશ્વાસ પર ઊણા ઉતરવું પડશે. પરંતુ આ પડકારોની સાથે નરેન્દ્ર દામોદરદાસ મોદીની આ 24 કેબિનેટ સભ્યોની સરકારમાં એવી કઇ બાબત છે જે તેને યૂપીએ સરકાર કરતા એક પરફેક્ટ સરકાર બનાવે છે.
કહેવાય છે કે યૂપીએની સરકારમાં મોટાભાગના મંત્રીઓ વેલ એજ્યુકેટેડ હતા. અહીં સુધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ જાણીતા અર્થશાસ્ત્રી હતા. તેમ છતાં તેમના શાસનમાં સૌથી વધારે કૌભાંડો અને મીસમેનેજમેન્ટ જેવી સ્થિતિ જોવા મળી છે. પરંતુ નરેન્દ્ર મોદીનું કેબિનેટ જરા હટકે છે, મોદીના કેબિનેટમાં મહિલાઓનું પ્રભુત્વ પણ જોવા મળે છે. અને એવું કહેવમાં આવે છે કે મોદી સરકાર પહેલા દિવસથી જ હરકતમાં આવી ગઇ હતી.
આવો એક નજર કરીએ એ પાંચ કારણો પર જે મોદી સરકારને પરફેક્ટ સરકાર બનાવે છે....

મહિલાઓની સારી એવી ભાગીદારી
નરેન્દ્ર મોદીના 24 કેબિનેટ સભ્યોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. અથવા એવું કહી શકાય કે કેબિનેટમાં એક ચતુર્થાંશ સભ્યો મહિલા છે. સુષમા સ્વરાજ, નેજમા હેપતુલ્લા, સ્મૃતિ ઇરાની, મેનકા ગાંધી, ઉમા ભારતી અને હરસિમરત કૌર બાદલને કેબિનેટમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઇ છે. મોદી સરકારે એતો સ્પષ્ટ કરી દીધું છે કે આ સરકાર મહિલાઓના હિતમાં કામ કરવાથી પાછળ નહી હટે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કેબિનેટમાં 24 મંત્રીઓને રાખ્યા છે. જ્યારે યૂપીએ સરકારે પોતાના કેબિનેટમાં 28 મંત્રીઓને રાખ્યા હતા.

મૂડીવાદીઓને સ્થાન નથી
કૂલ સંપત્તિના મામલામાં આ કેબિનેટ પાછલા કેબિનેટ કરતા ખૂબ જ પાછળ છે. આ સરકારની જ્યાં એવરેજ સંપત્તિ 4.7 કરોડની છે. જ્યારે પાછલી સરકારમાં આ એવરેજ 13 કરોડની હતી. મોદી સરકારના કેબિનેટમાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા સભ્યો અરૂણ જેટલી છે. જેમની પાસે કુલ 113 કરોડની સંપત્તિ છે.

યુવાન સરકાર
યુવાન સરકાર માનવામાં નમો સરકારની આ સૌથી મોટી સકારાત્મક પાસુ છે. આ કેબિનેટમાં એક બાજુ જ્યાં ઓછી ઉંમર ધરાવતી સ્મૃતિ ઇરાની છે. જ્યારે કેબિનેટમાં અત્યાર સુધી સૌથી મોટી ઉંમરની મહિલા નેજમા હેપતુલ્લાનો પણ સમાવેશ થાય છે. મોદી સરકારે આ કેબિનેટની એવરેજ ઉંમર 60 વર્ષ છે, જ્યારે પાછલી સરકારમાં આ 68 વર્ષ હતી.

પરિવારવાદમાં ઊણપ
નરેન્દ્ર મોદીએ યૂપીએ સરકાર પર હંમેશા પરિવારવાદને લઇને નિશાનો સાધ્યો છે. માટે પોતાના કેબિનેટની રચના વખતે તેમણે આ વિષય પર ગંભીરતાથી ધ્યાન આપ્યું છે. મોદીના કેબિનેટમાં માત્ર ત્રણ જ નામ એવા છે, જે રાજનૈતિક પરિવાર સાથે ઘરોબો ધરાવતા હોય. જ્યારે યૂપીએ સરકારમાં તેની સંખ્યા પાંચ હતી.

હાઇ એજ્યુકેશન માટે ભારત બેસ્ટ
નરેન્દ્ર મોદી કેબિનેટના લગભગ તમામ સભ્યોએ ભારતમાં જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. નેજમા હેપતુલ્લા સિવાય તમામ સભ્યોએ સ્વદેશમાં જ પોતાનું શિક્ષણ પુરુ કર્યું છે. જ્યારે યૂપીએ સરકારમાં વિદેશ જઇને શિક્ષણ મેળવનાર સભ્યોની સંખ્યા 8 હતી. યૂપીએ અને એનડીએ બંને સરકારોમાં લૉની ડિગ્રી ધરાવતા સભ્યોની સંખ્યા 9 છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
