Chandrayaan 3 : ચંદ્રયાન 3નેં બનાવવામાં TATA સહિતની 400 કંપનીઓએ યોગદાન આપ્યુ છે, જાણો કઈ કંપનીએ શું બનાવ્યું?
ભારતીય અવકાસ સંસ્થા ઈસરો દ્વારા 14 જુલાઈએ લોન્ચ કરાયેલુ ચંદ્રયાન 3 હવે ચંદ્રની ધરતીથી માત્ર 25 કિલોમીટર દુર છે અને તેના સોફ્ટ લેન્ડિંગ માટેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્રયાનને બનાવવામાં માત્ર ઈસરો જ નહીં, ભારતની 400 જેટલી વિવિધ કંપનીઓએ પણ પોતાનું યોગદાન આપ્યુ છે. આ લિસ્ટમાં ટાટા અને ગોદરેજ જેવા મોટા નામ સામેલ છે.

લગભગ 400 ખાનગી કંપનીઓએ ચંદ્રયાનના નિર્માણ અને લોન્ચ સહિતના વિવિધ તબક્કા માટે યોગદાન આપ્યું છે. આ મિશન સફળ થતા જ ભારત વિશ્વમાં સ્પેસ પાવર બનીને ઉભરશે અને ભારતીય અવકાશ કંપનીઓ માટે વિશ્વના દરવાજા ખુલ્લી જશે
2022માં વૈશ્વિક અવકાશ અભિયાન બજારનું મૂલ્ય US$486 બિલિયન હતું, જેમાં વૈશ્વિક અવકાશ અભિયાન બજાર 2032 સુધીમાં US$1,879 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ રોકાણ ભારતીય કંપનીઓ અને ભારતીય અર્થવ્યવસ્થાને મોટું પ્રોત્સાહન આપશે.
ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ અને ગોદરેજ જેવી 400 થી વધુ કંપનીઓએ ચંદ્રયાન-3ના વિવિધ તબક્કામાં યોગદાન આપ્યું છે. લોન્ચ વ્હીકલ બૂસ્ટર સેગમેન્ટ્સ અને સબસિસ્ટમ્સનું ઉત્પાદન લાર્સન એન્ડ ટુબ્રો દ્વારા કરવામાં આવ્યું છે તો બેટરીઓનું ઉત્પાદન ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ દ્વારા અને મિશનનું કોમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ વાલચંદ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવ્યું છે.
લાર્સન એન્ડ ટુબ્રો (L&T)
આ મિશન માટે લોન્ચ વ્હીકલ બૂસ્ટર સેગમેન્ટ્સ અને સબસિસ્ટમ્સનું ઉત્પાદન L&T દ્વારા કરવામાં આવ્યું છે. તેણે LVM-3 M-4 બનાવવામાં યોગાદાન આપ્યુ છે. ચંદ્રયાન-3ના મધ્યમ અને નોડલ બકેટ ફ્લેયરને મહારાષ્ટ્રના પવઈમાં કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં બનાવવામાં આવ્યા છે. કંપનીએ લોન્ચ વ્હીકલના સિસ્ટમ એકીકરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્તાન એરોનોટિક્સ
ચંદ્રયાન-3 મિશનની સફળતામાં હિન્દુસ્તાન એરોનોટિક્સની મહત્વની ભુમિકા છે. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ એ ISROને ઘણા મહત્વપૂર્ણ ઘટકો પૂરા પાડ્યા છે.
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ (BHEL)
ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડે ચંદ્રયાન મિશનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. BHEL એ રોવર અને અન્ય સાધનોને પાવર કરવા માટે જરૂરી બેટરી સપ્લાય કરી છે. BHEL એ ISROને 100મી બેટરી સપ્લાય કરવાનો અનોખો રેકોર્ડ હાંસલ કર્યો છે.
પારસ ડિફેન્સ
પારસ ડિફેન્સે ચંદ્રયાન-3 મિશનમાં ટેક્નોલોજી ટ્રાન્સફરમાં વિશેષ ભૂમિકા ભજવી છે. NSIL એ વ્યાપારીકરણ માટે 363 થી વધુ ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે.
ગોદરેજ એરોસ્પેસ
મિશનમાં ગોદરેજ એરોસ્પેસે ચંદ્રયાનના ઘણા મહત્વના ભાગ તૈયાર કર્યા છે. ચંદ્રયાનનું રોકેટ એન્જિન અને થ્રસ્ટર્સ ગોદરેજ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યુ છે. ચંદ્રયાનનું વિકાસ એન્જિન, CE20 અને સેટેલાઇટ થ્રસ્ટર્સ મુંબઈમાં ગોદરેજ એરોસ્પેસની બિક્રોલી સુવિધામાં બનાવવામાં આવ્યુ છે. આ સિવાય મિશનના કોર સ્ટેજ માટે L110 એન્જિન પણ ગોદરેજ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.
હિમસન ઇન્ડસ્ટ્રીયલ સિરામિક્સ
ISROના ચંદ્રયાન-3 મિશનમાં હિમસન ઇન્ડસ્ટ્રીયલ સિરામિક્સ સુરતે ચંદ્રયાન-3 ના સાધનોને અતિશય તાપમાનથી બચાવવા માટે મહત્વપૂર્ણ ઘટકો પૂરા પાડ્યા છે. કંપની દ્વારા તૈયાર કરાયેલા સ્ક્વિબ્સ 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વાહનને સુરક્ષિત રાખશે.
ટાટા સ્ટીલ
ટાટા સ્ટીલે ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા સ્ટીલ દ્વારા ઉત્પાદિત ક્રેને આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ વ્હીકલ LVM3 M4 એસેમ્બલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ
વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 1993માં PSLV-D1ના પ્રથમ પ્રક્ષેપણથી તમામ 48 પ્રક્ષેપણો માટે નિર્ણાયક ઘટકોના ઉત્પાદનમાં સામેલ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
