પૂરના કારણે તબાહ થયું મંડી, જુઓ તસવીરો
શિમલા, 10 ઓગસ્ટ: હાલમાં હિમાલયના ખોળામાં વસેલું શિમલા, મંડી પ્રકૃતિની મારથી બેહાલ છે, શનિવારે અહીં વાદળ એવું તે ફાટ્યું કે જેના કારણે આખુ ધરમપુર પાણીમાં ગરકાવ થઇ ગયું. લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરમાંથી બહાર નીકળી આવ્યા. જોકે તેમને સુરક્ષિત સ્થળે જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
પૂરે હિમાચલને ઝકઝોળ્યું
માત્ર લોકો જ નહીં પરંતુ પશુઓ પણ પૂરના કારણે ખરાબ હાલતનો શિકાર બની ગયા. જોકે બચાવકામગીરી જારી છે, પરંતુ આખા વિસ્તારને પાછો સજીવન કરવામાં ઘણો સમય લાગી જશે કારણ કે ખૂબ નુકસાન થઇ ચૂક્યું છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે ભેખડ ધસવાની એક ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો કાટમાળમાં દટાઇ ગયા. રાજધાની શિમલાથી 200 કિલોમીટર દૂર સ્થિત ધરમપુર બસ સ્ટેશન પણ ભારે વરસાદના કારણે પૂરમાં ડૂબી ચૂક્યું છે.
જુઓ પૂરથી તહેસ-નહેસ થયેલી મંડીની તસવીરો...

મંડીને પૂરની માર
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે ભૂસ્ખલનની એક ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકો કાટમાળમાં દટાઇ ગયા.

ભૂસ્ખલનમાં મકાન પડી ગયા
ભારે વરસાદના કારણે ધરમપુરમાં થયેલ ભૂસ્ખલનમાં મકાનો પણ પડી ગયા.

ધરમપુર ગામ જળમગ્ન
શનિવારે રાત્રે અહીં વાદળ ફાટવાના કારણે આખું ધરમપુર ગામ જળમગ્ન થઇ ગયું હતું.

બચાવ કામગીરી ઝડપથી જારી
બચાવકાર્ય ઝડપથી જારી છે પરંતુ આખા વિસ્તારને ફરીથી બેઠો કરવામાં ઘણો સમય લાગી જશે.

ધરમપુર બસ સ્ટેશન
રાજધાની શિમલાથી 200 કિમી દૂર સ્થિત ધરમપુર બસ સ્ટેશન પણ ભારે વરસાદના કારણે પૂરમાં ડૂબી ચૂક્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
