અંદમાન- નિકોબાર દ્વીપ સમૂહ, હરિયાણામાં ભૂકંપના ઝટકા અનુભવાયા
અંદમાન-નિકોબાર દ્વીપ પર આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપ રાતે લગભગ 2.2 મિનિટે આવ્યો હતો.
અંદમાન-નિકોબાર દ્વીપ પર આજે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપ રાતે લગભગ 2.2 મિનિટે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.8 માપવામાં આવી છે. માહિતી અનુસાર આ ભૂકંપનુ કેન્દ્ર ઈન્ડોનેશિયાના સબાંગના ડબ્લ્યુએનડબ્લ્યુથી લગભગ 290 કિલોમીટર દૂર હતુ. પ્રારંભિક માહિતી મુજબ આ ભૂકંપથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી. આજે સવારે હરિયાણાના દક્ષિણ-પૂર્વ રોહતકમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે.

રોહતકમાં પણ ભૂકંપ
માહિતી અનુસાર રોહતકમાં પણ ભૂકંપના ઝટકા આજે સવારે 4.18 વાગે અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 2.1 માપવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા દક્ષિણ-પૂર્વ રોહતકથી લગભગ 15 કિલોમીટર દૂર અનુભવાયા છે. આ પહેલા બુધવારે મુંબઈમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા બુધવારે દિવસે 11 વાગીને 51 મિનિટે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી તરફથી જણાવવામાં આવ્યુ છે કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર મુંબઈથી 103 કિમી ઉત્તરમાં હતુ.

દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં ભૂકંપના ઝટકા
હાલના દિવસોમાં દિલ્લી-એનસીઆર અને ગુજરાતમાં સતત ભૂકંપના ઝટકા અનુભવાઈ રહ્યા છે. ગુજરાતના કચ્છમાં મંગળવારે સતત ત્રીજા દિવસે ભૂકંપ આવ્યો. કચ્છના ભૂજમાં મંગળવારે સવારે 10.49 મિનિટે 3.5ની તીવ્રતાના ભૂકંપા ઝટકા અનુભવાયા. ભૂૂકંપનુ એપીસેન્ટર ભચાઉથી 11 કિલોમીટર દૂર હતુ. સોમવાર અને રવિવારે પણ અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સોમવારે બપોરે લગભગ એક વાગે રાજકોટથી 83 કિલોમીટર દૂર 4.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ રાતે લગભગ સાડા આઠ વાગ્યા સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ઝટકા અનુભવાયા હતા. કચ્છમાં રવિવારે રાતે 5.3ની તીવ્રતાના ઝટકા અનુભવાયા હતા.

કેમ આવે છે ભૂકંપ
ધરતીની અંદર જ્યારે પ્લેટ્સ અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઇ જગ્યાએ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે તેના કારણે ત્યાં ફૉલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખુણા ફેરવાય જાય છે, આ સપાટીના ખુણા પલટાતાં ત્યાં પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદરની એનરજી બહારનો રસ્તો શોધે છે, જેના કારણે ધરતી ધ્રૂજે છે અને તેને આપણે ભૂકંપ માનીએ છીએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
