મુંબઈમાં દહીં હાંડી લોહિયાળ બની, 35 ગોવિંદા ઘાયલ, 4 ની હાલત ગંભીર
ભારતભરમાં કૃષ્ણ જન્મોત્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈમાં પણ ધામધૂમથી ઉજવણી થાય છે ત્યારે અહીંથી માઠા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મુંબઈમાં દહીં હાંડીમાં 35 લોકો ઘાયલ થયા છે.
મુંબઈના વિવિધ વિસ્તારોમાં દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન 35 ગોવિંદા ઘાયલ થયાના અહેવાલ છે. આ તમામ ઘાયલ ગોવિંદા દહીં હાંડી તોડનારા લોકોમાંથી છે.

BMCએ જણાવ્યું છે કે, મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર આયોજિત દહીં હાંડી દરમિયાન અલગ-અલગ ઘટનાઓમાં 35 ગોવિંદા ઘાયલ થયા છે. આ 35 ગોવિંદાઓમાંથી 4ને ગંભીર ઈજા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અન્ય 9 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે અને 22ની ઓપીડીમાં સારવાર ચાલી રહી છે.
મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દહીં હાંડીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દહીં હાંડી તોડવા ગોવિંદાઓનું એક જૂથ એક બીજાની ઉપર માનવ પિરામિડ બનાવીને ટોચ પર જાય છે અને પછી ઉંચાઈ પર મુકેલ હાંડી તોડે છે. આ કાર્યક્રમો વહેલી સવારથી શરૂ થાય છે અને રાત સુધી ચાલતા રહે છે.
35 Govindas injured in different incidents during Dahi Handi organised on the occasion of #KrishnaJanmashtami, in Mumbai. Four of these 35 Govindas received serious injuries and are admitted to hospital, nine others were discharged after first aid and 22 are undertreatment at…
— ANI (@ANI) September 7, 2023
સમગ્ર મુંબઈમાં વિવિધ સ્થળોએ મટકી ફોડ સ્પર્ધાઓ યોજવામાં આવે છે અને દહીં હાંડી તોડવામાં સફળ થનાર ગોવિંદાઓને રોકડ ઈનામો આપવામાં આવે છે. આ દરમિયાન પડી જવાની અને ઘાયલ થવાની સંભાવના રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
