ધરપકડ પહેલા કિરણ પટેલના અન્ય 3 સાથીઓ ફરાર, તમામ મેળવતા હતા વીઆઈપી સુવિધા
રાજકીય ષડયંત્રનો આરોપ લગાવતા કિરણ પટેલના વકીલે કહ્યું છે કે, કિરણ પટેલ સાથે વધુ બે લોકોને પોલીસે મુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, મારા ક્લાયન્ટે મને કહ્યું કે તેની સાથે ગુજરાતના વધુ બે લોકો હતા.

શ્રીનગર : પીએમઓ અધિકારીની ઓળખ આપીને વીઆઈપી સુરક્ષા લેનારા કિરણ પટેલને લઈને વધુ એક ચૌકાવનારા સમાચાર સામે આવ્યા છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, કિરણ પટેલના અન્ય ત્રણ સાથીઓ, જે આવી વીઆઈપી સુવિધાઓ લેતા હતા તે પોલીસે ધરપકડ કરે તે પહેલા જ ફરાર થઈ હોઈ શકે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, આરોપી કિરણ પટેલ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તેમજ ઝેડ-પ્લસ સુરક્ષા, બુલેટપ્રૂફ મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવી, ફાઇવ-સ્ટાર હોટેલ સત્તાવાર સ્ટે સહિત ઘણી વીઆઈપી સુવિધાઓ ભોગવી હતી.
સૂત્રો અનુસાર, કિરણ પટેલ સિવાય ગુજરાતથી અમિત હિતેશ પંડ્યા અને જય સીતાપરા અને રાજસ્થાનના ત્રિલોક સિંહ શ્રીનગરની એક ફાઈવ સ્ટાર હોટલમાં સાથે રોકાયા હતા અને પીએઓની સત્તાવાર ટીમ હોવાનું જણાવ્યુ હતુ.
બીજી તરફ આ મામલે આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. રાજકીય ષડયંત્રનો આરોપ લગાવતા કિરણ પટેલના વકીલે કહ્યું છે કે, કિરણ પટેલ સાથે વધુ બે લોકોને પોલીસે મુક્ત કર્યા હતા. તેમણે કહ્યું કે, મારા ક્લાયન્ટે મને કહ્યું કે તેની સાથે ગુજરાતના વધુ બે લોકો હતા. પોલીસે તેને મુક્ત કર્યા છે. પોલીસે કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ નોંધ્યું છે.
જમ્મુ અને કાશ્મીર સીઆઈડીને મળેલી સૂચનાને પગલે 2 માર્ચે કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી તેના કલાકો પહેલાં તેના ત્રણ સાથીદારો ભાગવામાં સફળ થયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સૂત્રો અનુસાર, કિરણ પટેલે એક વરિષ્ઠ અધિકારીને બડગામ જિલ્લાના સત્તાવાર પ્રવાસ પર તેમની સાથે આવવા કહ્યું ત્યારથી તે શંકાના દાયરામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીએ સીઆઈડીના ટોચના અધિકારીનો સંપર્ક કર્યો હતો. જે બાદ આ કિરણ પટેલની ધરપકડ કરાઈ. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કિરણ પટેલ તેની ટ્રીપના ફોટો-વીડિયો પણ શેર કરતો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
