બેકાબૂ ટ્રક વરઘોડમાં ઘૂસી જતા વરરાજાના પિતા સહિત ત્રણના મોત, 5ની હાલત ગંભીર
ઓડિશાના મલકાનગિરિમાં બુધવારના રોજ એક વેડિંગ ટ્રક લગ્નના સરઘસમાં ઘુસી જતાં વરરાજાના પિતા સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદમાં જિલ્લા હોસ્પિટલમાં ત્રીજા વ્યક્તિનું મોત થયું હતું.
ભુવનેશ્વર : ઓડિશાના મલકાનગિરિમાં બુધવારના રોજ એક વેડિંગ ટ્રક લગ્નના સરઘસમાં ઘુસી જતાં વરરાજાના પિતા સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે બાદમાં જિલ્લા હોસ્પિટલમાં ત્રીજા વ્યક્તિનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રક ડ્રાઈવર, જે દારૂના નશામાં હોવાનું જણાતું હતું, તેને બચી ગયેલા લોકો અને અન્ય ગ્રામજનોએ માર માર્યો હતો. આ દુર્ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 326 પર બની હતી, જે મલકાનગિરિ જિલ્લાના પાંદ્રિપાની ગામમાંથી પસાર થાય છે, જ્યાં વરરાજા રહેતો હતો.

મલકાનગિરિના પોલીસ અધિક્ષક પ્રહલ્લાદ મીણાએ જણાવ્યું કે, મૃતકોમાં વરરાજાના પિતા અને પાંદ્રિપાની પંચાયતના સરપંચ શિબા ખેમુડુનો સમાવેશ થાય છે. અન્ય બેની ઓળખ સુભાષ ખારા અને સંતોષ કુમાર સાહુ તરીકે થઈ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "અન્ય ત્રણ જેઓ ગંભીર રીતે ઘાયલ છે તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે"
આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, લગ્નનો વરઘોડો દુલ્હનના ઘરે જઈ રહ્યા હતો, ત્યારે જેપોરથી એક ચોખા ભરેલી ટ્રક અચાનક વરઘોડામાં આવી ચડી અને વરઘોડામાં અફડાતફડી મચાવી હતી.
પ્રહલ્લાદ મીણાએ જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવર નશામાં હોય તેવું જણાયું હતું. દુર્ઘટના બાદ તેને સ્થાનિકો દ્વારા પકડી લેવામાં આવ્યો હતો અને માર મારવામાં આવ્યો હતો.
હતું. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર, ઓડિશામાં માર્ગ અકસ્માતમાં 2014માં 3,931 મૃત્યુ થયા હતા, જે વધીને 2020માં 4,738 થઈ ગયા છે.
ગયા મહિને છત્તીસગઢના જશપુર જિલ્લાના પથલગાંવ વિસ્તારમાં દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરવા જઈ રહેલા સરઘસમાં એક ઝડપી કાર ઘૂસી જતાં ચાર લોકોના મોત થયા હતા અને 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
