ચીનને રોકવા માટે ભારત અને રશિયા વચ્ચે ત્રણ પરમાણુ સબમરીનની ડીલ સીલ
ભારત અને રશિયા વચ્ચે ત્રણ પરમાણુ સબમરીનની ડીલ સીલ
નવી દિલ્હીઃ એવા સમયમાં જ્યારે ભારત પર પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો ખતરો વધતો જઈ રહ્યો છે, રશિયા સાથે પરમાણુ તાકાત વાળી ત્રણ સબમરીન ડીલ ફાઈનલ થઈ ગઈ છે. ભારત અને રશિયાએ ગુરુવારે અકુલા ક્લાસની ત્રણ સબમરીન ડીલને સીલ કરી દીધી છે. આ સબમરીનને ચક્ર 3 નામથી ઓળખવામાં આવશે. આ સબમરીન વર્ષ 2025 સુધીમાં ઈન્ડયન નેવીને મળી જશે.

10 વર્ષ સુધી રહેશે સેવામાં
સેનાના સૂત્રોએ આપેલી જાણકારી મુજબ આ સબમરીન 10 વર્ષ સુધી ઈન્ડિયન નેવીની સર્વિસમાં રહેશે. બંને દેશ વચ્ચે એક અંતર-સરકાર સમજૂતી સાઈન થઈ છે. કેટલાક મહિના સુધી ડીલની કિંમત અને અન્ય બાબતોને લઈ બંને દેશ વચ્ચે ભારે ચર્ચા થઈ. આ ત્રીજી સબમરીન છે જે રશિયા અને ઈન્ડિયન નેવીને મળશે. રક્ષા મંત્રાલય તરફથી ડીલ વિશે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાથી ઈનકાર કરી દીધો. ભારત, હિંદ મહાસાગરમાં ચીનના પ્રભાવને ઓછો કરવાની કોશિશ અંતર્ગત નૌસેનાને તાકાતવર કરવામાં લાગ્યું છે.
વર્ષ 1988માં રશિયાથી મળી પહેલી સબમરીન
ઈન્ડિયન નેવીએ પહેલા જ રશિયાથી બે સબમરીન લીઝ પર લીધી છે. ભારતે વર્ષ 1988માં પ્રથમ વખત પરમાણુ સબમરીન લીધી હતી જેને ત્રણ વર્ષના લીઝ પર આપવામાં આવી હતી. જેને આઈએએનએસ ચક્રના નામથી ઓળખવામાં આવે છે. જે બાદ વર્ષ 2012માં 10 વર્ષ પહેલા વધુ એક સમબરીન લીધી હતી અને તેને પણ આઈએનએસ ચક્ર નામ આપવામાં આવ્યું હતું. આઈએનએસ ચક્ર 2ની લીઝ વર્ષ 2022માં ખતમ થઈ જશે. ભારત હાલ તેની લીઝ વધારવા પર વિચાર કરી રહ્યું છે. આઈએનએસ ચક્ર 3ની ડીલ પર એવા સમયે હસ્તાક્ષર થયા છે જ્યારે ભારતીય આર્મી માટે દેશમાં જ એકે 203 અસોલ્ટ રાઈફલ્સ ઉત્પાદન સાથે જોડાયેલ એક પ્લાન્ટને ભારતમાં ઓપરેશનલ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ ઉત્તર પ્રદેશના અમેઠીમાં છે અને પીએમ મોદીએ હાલમાં જ તેનું ઉદ્ઘાટન કર્યું છે. ભારતે ઓક્ટોબર 2018માં રશિયા સાથે જ એસ 400 એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડીલને પણ મંજૂરી આપી છે.
આ પણ વાંચો- અયોધ્યા મામલામાં મધ્યસ્થી પર આજે સુપ્રીમ કોર્ટનો ફેસલો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
