Earthquake: હરિયાણામાં ભૂકંપથી ફરી ધ્રુજી ધરતી, લોકોમાં ડરનો માહોલ, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake in Haryana: હરિયાણામાં ભૂકંપનો આંચકો આવ્યો. રોહતકમાં 3.3ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. રોહતકમાં બુધવારે રાત્રે 12:46 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો જેનું કેન્દ્રબિંદુ રોહતક શહેરથી માત્ર 17 કિમી પૂર્વમાં જમીનમાં 10 કિમી ઊંડાઈએ હતું. રોહતકમાં ખેરી સાંપલા અને ખારખૌડા જેવા નજીકના શહેરોના રહેવાસીઓએ બેથી પાંચ સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો. અધિકારીઓએ જણાવ્યું છે કે આ ભૂકંપને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

રોહતકમાં ભૂકંપથી લોકો ભયભીત
રોહતકમાં મોડી રાત્રે ભૂકંપના કારણે અચાનક ધરતી હલવા લાગતા લોકો ભયભીત થયા હતા. લોકો ભયના માર્યા ઘરમાં પણ ના જતા આખી રાત ઘરની બહાર પસાર કરી. ભૂકંપમાં હજુ સુધી કોઈ સંપત્તિ કે જાનહાનિ થયાના સમચાર સામે આવ્યા નથી તેમ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી.
અગાઉ પણ હરિયાણામાં ભૂકંપના આચંકા અનુભવાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સતત ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. અગાઉ 10 જુલાઈના રોજ 4.4 અને 11 જુલાઈના રોજ ઝજ્જર જિલ્લામાં 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, 10 જુલાઈથી રોહતકની આસપાસના વિસ્તારમાં 4 ભૂકંપ આવ્યા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું રોહતકમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 નોંધાઈ હતી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
