Republic Day 2018: રાજપથ ખાતે યોજાઇ 69મી ગણતંત્ર પરેડ, જાણો ખાસ વાતો
26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાઇ રહ્યો છે 69મો ગણતંત્ર દિવસ. ત્યારે ગણતંત્ર દિવસની પરેડ અંગેની તમામ ખબરો જોવા માટે આ પેજ રિફ્રેશ કરતા રહો. વધુ વાંચો અહીં.
આજે ભારત દેશ ઉજવી રહ્યો છે 69મો ગણતંત્ર દિવસ. આ પ્રસંગે દિલ્હીના રાજપથ પર ગણતંત્ર પરેડ હવે થોડી વારમાં જ શરૂ થઇ જશે. આ સમારંભમાં હાજરી આપવા માટે દેશના 10 પ્રમુખ મુખ્ય અતિથિઓ એક પછી એક આવી રહ્યા છે. નોંધનીય છે કે આ વખતની પરેડ 90 મિનિટ ચાલશે. જેમાં દેશની સૈન્ય તાકાતની સાથે જ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળશે. નોંધનીય છે કે આ પહેલો તેવો અવસર છે જેમાં 10 રાષ્ટ્રઅધ્યક્ષ એક સાથે 69માં ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપશે. અને એક મંચ પર બેસીને રાજપથ પરથી દેશની સાંસ્કૃતિ પરંપરા અને સૈન્ય બળની તાકાત દેખશે. નોંધનીય છે કે આ માટે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિ પર પહોંચીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વધુમાં ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ તેમના અધિકૃત નિવાસ સ્થાને ધ્વજરોહણ કર્યું હતું. ગણતંત્ર દિવસ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને પણ શુભેચ્છા પાઠવી હતી. ત્યારે 69માં ગણતંત્ર દિવસની પરેડ અંગેની તમામ જાણકારી જાણો અહીં...
11: 55 AM : દિલ્હીમાં રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયો દેશનો 69મો ગણતંત્ર સમારંભ. એક પછી એક અતિથિ અને રાજકીય નેતાઓ કાર્યક્રમ સ્થળેની હાલ નીકળી રહ્યા છે. દર્શકોએ મન ભરને આ પરેડ માણી હતી.

11: 40 AM : તે પછી મહિલા ડેરડેવિલ્સે રાજપથ પર રોમાંચક સ્ટંટ કરીને લોકોને અચરજમાં મૂકી દીધા હતા. પ્રેક્ષકોમાં હાજર બાળકોએ આ સ્ટંટને મન ભરીને માણ્યા હતા.
11: 35 AM : 16મી ઝાંખી મણિપુરની હતી જેમાં ખામ્બા અને થોઇબીની પ્રેમ કહાની બતાવી હતી. 17મી ઝાંખી ગુજરાતની હતી. જે સાબરમતી આશ્રમ અને ગાંધીબાપુ પર આધારિત હતી. તે પછી ખેતી, એગ્રીકલ્ચર, નાણાં ખાતાની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
11: 20 AM : નવમી ઝાંખી મહારાષ્ટ્રની હતી. જેમાં શિવાજીનો રાજ્યભિષેક બતાવ્યો હતો. તો દસમી ઝાંખી લક્ષદ્રીપની હતી. 11મી ઝાંખી છત્તીસગઢની હતી. જેમાં રામગઢની પ્રાચીન કલાકૃતિને બતાવવામાં આવ્યા હતા. 12મી ઝાંખી કેરળના મંદિર ઉત્સવ અને ખેતી આધારીત હતી. 13મી ઝાંખી આસામની હતી જેમાં રામાયણના દ્રશ્યો બતાવ્યા હતા. તે પછી પંજાબના ગુરુદ્રારા અને લંગરની ઝાંખી હતી. 15મી ઝાંખી હિમાચલની કાઇ મોનેસ્ટ્રી અને વર્ડ્સ આઇ વ્યૂની હતી.
11: 10 AM : સાંસ્કૃતિ ઝાંખીમાં પહેલી ઝાંખી આકાશવાણી હતી, બીજી અને ત્રીજી ઝાંખી આસિયાન સંસ્કૃતિ પર આધારીત હતી. ચોથી ઝાંખી કર્ણાટકના વન્ય જીવો પર આધારિત હતી. તો પાંચમી ઝાંખી મધ્યપ્રદેશના સાંચી સ્તૂપ પર આધારિત હતી. છઠ્ઠી ઝાંખી મણિપુર સંસ્કૃતિને રજૂ કરતી હતી. સાતમી ઝાંખી ઉત્તરાખંડ અને આઠમી ઝાંખી કાશ્મીરની હતી.

11 :00 AM : આ પછી આકાશવાણી સમેત વિવિધ વિભાગો અને રાજ્યોના સાંસ્કૃતિ ઝાંખી શરૂ થઇ. જેમાં ગુજરાતે પણ મહાત્મા ગાંધીજીની થીમ પર પોતાની ઝાંખી રજૂ કરી. બાળકો સમેત નાના-મોટા તમામે આ સાંસ્કૃતિ ઝાંખીને મન ભરીને માણી.
10:40 AM : ભારતીય તટરક્ષક દળેનું નેતૃત્વ કરતી ડિપ્ટી કમાડેન્ટ શ્વેતા રૈના સામેલ હતી. તે પછી એનસીબી બેન્ડ અને એનસીસી સિનિયર ડિવિઝન ગર્લ્સ કેડેટ્સ દસ્તો પસાર થયો. જેને હેડ મુસ્કાન અગ્રવાલ અને પૂજા નિકમે કર્યું હતું.

10:35 AM : પરેડમાં સીમા સુરક્ષા દળના દસ્તો નીકળ્યો. આ દરમિયાન ઊંટોના દસ્તો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું. સશસ્ત્ર સીમા બળના દસ્તા પછી આઇટીબીપીનો દસ્તો પસાર થયો. નોંધનીય છે કે 20 વર્ષ પછી આઇટીબીપીનો દસ્તો રાજપથ પરથી પસાર થયો છે.
10:30 AM : રાજપથ પર નૌસેનાએ બેન્ડ સાથે જય ભારતી જોશીલી લય વગાડતા સલામી મંચથી પસાર થયા. તે પછી એરફોર્સનો માર્ચિંગ દસ્તો પસાર થયો. રાજપથ પર નિર્ભય મિસાઇલનું પ્રદર્શન થયું. જે રડારને ભ્રમિત કરીને ઊંચાઇ પર ઉડવાની ક્ષમતા ધરાવે છે.

10:30 M : રાજપથ પર પરેડ શરૂ. સૌથી પહેલા બ્રહ્મોસ, ટી-70 ટેન્ક અને અગ્નિ મિસાઇલ્સએ પરેડમાં સેનાનો સામર્થ્ય બતાવ્યું. તે પછી વિવિધ સેનાની ટુકડીઓ માર્ચિંગ કરી રહી છે. અને રાષ્ટ્રપતિને સલામી આપી રહી છે.

10:20 AM : શહિદ જ્યોતિ પ્રકાશ નિરાલાને અશોક ચક્રની સન્માનિત કરવામાં આવ્યા. સન્માન આપતી વખતે રાષ્ટ્રપતિ કોવિંદ ભાવુક થઇ ગયા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વાયુસેનાના શહીદ ગરુડ કમાન્ડો જે પી નિરાલાને શાંતિકાળનો સૌથી મોટો વીરતા સન્માન અશોક ચક્રથી સન્માનિત કર્યા.
10:15 AM : જે એશિયન દેશના રાષ્ટ્રિય અધ્યક્ષો ભારતના 69માં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ બન્યા છે તે 10 દેશોના ધ્વજ સાથે પરેડની શરૂઆત થઇ છે.

10:15 AM : 69માં ગણતંત્ર દિવસ નિમિત્તે દિલ્હીના રાજપથ પર પરેડ શરૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો આ પરેડ જોવા ઉમટી પડ્યા છે. સાથે જ જ સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે.
10:00 AM : 10 દેશોના રાષ્ટ્રિય અધ્યક્ષ એક પછી એક રાજપથ પર પહોંચવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તમામ અતિથિઓનું સ્વાગત કરી રહ્યા છે.
10:00 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમર જવાન જ્યોતિ પહોંચી શહિદોને શ્રદ્ધાજંલિ અર્પી

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
