કર્ણાટક કોંગ્રેસના 26 નેતાઓએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી, જાણો કેમ?
આવનારી 2024ની લોકસભા ચૂંટણી અને 2023માં થનારી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી સતત એક્શનમાં છે. આ ક્રમમાં જ આજે પાર્ટીના 26 મોટા નેતાઓએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ કે, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન અને રાહુલ ગાંધી સાથે કર્ણાટક કોંગ્રેસના 26 મોટા નેતાઓની બેઠક યોજાઈ.

રણદિપ સુરજેવાલાએ કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસને જે રીતે પ્રચંડ જીત મળી છે તેના માટે બંને નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા.
રણદીપ સુરજેવાલાએ આગળ જણાવ્યુ કે, એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી સંગઠનના વરિષ્ઠ નેતા અને એક મંત્રી સંસદીય સીટના પ્રભારી હશે. તે આગામી 6-7 મહિનાની લોકસભા ચૂંટણી સુધીની જવાબદારી સંભાળશે.
સુરજેવાલાએ જણાવ્યુ કે, 15-20 ઓગસ્ટની વચ્ચે લગભગ 1.30 કરોડ મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા દર મહિને 2000 રૂપિયા મળવાનું શરૂ થશે.
બીજી તરફ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ સલીમ અહેમદે જણાવ્યુ કે, અમે ચૂંટણી દરમિયાન કહ્યું હતું કે રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ. લોકોએ અમને મત આપ્યા.બીજેપીના 4 વર્ષના શાસન દરમિયાન તમામ સમુદાયોને મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો.
તેમણે કહ્યુ કે, અમે કહ્યું કે, જીવો અને જીવવા દો અને ભ્રષ્ટાચાર દૂર થવો જોઈએ. લોકોએ અમને રેકોર્ડ સંખ્યામાં બેઠકો આપી અને રાષ્ટ્રને સંદેશ આપ્યો, અમે તે સંદેશને આગળ લઈ જઈશું.
સલીમ અહેમદે જણાવ્યુ કે, લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી અને બધાએ પોતાના અભિપ્રાય આપ્યા. અમે માનીએ છીએ કે અમે આ કરીશું. આગામી લોકસભા ચૂંટણીમાં કર્ણાટકમાં 20થી વધુ બેઠકો જીતશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
