26/11: જાણો, કસાબે કોર્ટમાં કેમ લીધું હતું અમિતાભ બચ્ચનનું નામ
26/11: જાણો, કસાબે કોર્ટમાં કેમ લીધું હતું બચ્ચનનું નામ
મુંબઈઃ 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી ઘૂસેલા કેટલાક આતંકવાદીઓએ મુંબઈમાં ભયંકર હુમલો કર્યો હતો. પોલીસે કસાબને જીવતો પકડી પાડ્યો હતો જ્યારે બાકીના તમામ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ હુમલાના સમયે મુંબઈ પોલીસમાં રહેલ રમેશ મહાલને આજે પણ આ ડરામણી ઘટના યાદ છે. મહાલને બાદમાં ઈન્વેસ્ટિગેશન ઑફિસર પણ બનાવવામાં આવ્યા. તેમની તપાસનો વિષય હતો હુમલાના મહત્વનાં સબુત આમિર અઝમલ કસાબ. તેમણે જણાવ્યું કે કસાબે એજન્સીઓને ભટકાવવા માટે કહ્યું હતું કે તે મુંબઈ માત્ર બૉલીવુડના મેગાસ્ટાગ અમિતાભ બચ્ચનનો બંગલો જોવા આવ્યો હતો.

શરુઆતથી જ કસાબે કેટલાંય જૂઠ બોલ્યાં
મહાલે મુંબઈ હુમલાની 10મી વર્ષગાંઠ પર મીડિયા સાથે ખાસ વાતચીત કરી. એમણે જણાવ્યું કે કસાબે શરૂઆતમાં પોલીસ અને તપાસ એજન્સીઓને ભટકાવવા માટે જૂઠું બાફ્યું. પરંતુ આખરે તેણે સચ્ચાઈ કબૂલી લીધી અને ષડયંત્ર પરથી પડદો ઉઠાવી દીધો. મહાલે જણાવ્યું કે કસાબ બહુ બુદ્ધિમાન હતો. મારી સાથે 25 વર્ષની સર્વિસનો અનુભવ ધરાવતા ઑફિસર જેવા કે રાકેશ મારિયા અને દેવેન ભારતી હતા જેમણે મને તપાસમાં મદદ કરી. કસાબ શરૂઆતથી જ જૂઠ બોલતો રહ્યો પણ આખરે તૂટી ગયો. પોલીસ સામે તો તેણે પોતાની સચ્ચાઈ જણાવી પણ ફરી કોર્ટમાં પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.

ખુદના બચાવ માટે લીધું અમિતાભ બચ્ચનનું નામ
મહાલને યાદ છે કે કોર્ટમાં કસાબે જ્યારે અમિતાભ બચ્ચનનું નામ લીધું તો કેવી રીતે બધા ચોંકી ગયા હતા, કસાબે કોર્ટમાં કહ્યું કે તે મુંબઈમાં અમિતાભ બચ્ચનનો બંગલો જોવા આવ્યો હતો. કસાબે કહ્યુ્ં કે જ્યારે ઈન્ટેલિજેન્સ એજન્સી રિસર્ચ્ડ એન્ડ એનાલિસિ વિંગ (રૉ)ના અધિકારીઓ જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તે પોતે અમિતાભ બચ્ચનના બંગલાની બહાર હતો. તેણે કહ્યું હતું કે અધિકારીઓએ મારો પાસપોર્ટ ફાડી નાખ્યો અને હુમલો થયો ત્યારે મને પોલીસના હવાલે કરી દીધો. મહાલે કહ્યું કે આ કસાબનું સફેદ જૂઠ હતું કેમ કે સીસીટીવી કેમેરામાં કેદ ફોટો અને મીડિયા પાસે તેની સીએસટી પર ક્લિક કરેલ એકે-47 વાળી તસવીર બધી જ હકિકત ઉજાગર કરી રહી હતી.

કસાબને વિશ્વાસ હતો, મોતની સજા નહિ મળે
મહાલે કહ્યું કે કસાબે પોતાના બચાવમાં જે કંઈ કહ્યું તે પૂરી રીતે જૂઠ હતું અને બાદમાં સુપ્રીમ કોર્ટે તેને દોષિત જાહેર કર્યો. આખરે કસાબ તૂટ્યો અને બધી જ હકીકત જણાવી દીધી. તેણે કબૂલ્યું કે ષડયંત્ર પાકિસ્તાનમાંથી રચવામાં આવ્યું હતું. સમગ્ર ષડયંત્ર લશ્કર-એ-તૈયબાનું હતું. ઉપરાંત હુમલા દરમિયાન આતંકીઓ પોતાના હેન્ડલર્સ સાથે સેટેલાઈટ ફોન દ્વારા સંપર્કમાં હતા. હેન્ડલર્સ પાકિસ્તાનની સુરક્ષિત જગ્યાએ બેસીને આતંકીઓને દરેક પળ ગાઈડ કરી રહ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે કસાબના મોતની સજા સંભળાવી હતી અને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ સજાને યથાવત રાખી. જો કે કસાબને અપેક્ષા હતી કે તેને મોતની સજા નહિ મળે. વધુમાં મહાલે જણાવ્યું કે કસાબને અફઝલ ગુરુના કેસથી પ્રેરણા મળી હતી, જેણે 2001માં સંસદ પર હુમલો કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
