26/11 હુમલોઃ જ્યારે એક જ્યૂસના કારણે કસાબે માંગી હતી ‘ઉપર' જવાની મંજૂરી
26/11ના હુમલાને આજે પૂરા 11 વર્ષ થઈ ગયા છે. આ દિવસે આતંકીઓએ મુંબઈના હચમચાવી દીધુ હતુ.
26/11ના હુમલાને આજે પૂરા 11 વર્ષ થઈ ગયા છે. આ દિવસે આતંકીઓએ મુંબઈના હચમચાવી દીધુ હતુ. હુમલો કરવા આવેલ આતંકવાદીઓમાં માત્ર અજમલ કસાબ જ જીવતો બચ્યો હતો. કસાબને 21 મે, 2012ના રોજ પૂનાની યરવડા જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો પરંતુ તેની ધરપકડના ચારથી પાંચ દિવસ બાદ જ તેને પોતાનુ મોત નજીક લાગવા લાગ્યુ હતુ.

‘મને ઉપર જવાની મંજૂરી આપો'
મીડિયા રિપોર્ટ અનુસાર એક દિવસ કસાબે ઈન્સ્ટેક્ટર દિનેશ કદમને હાથ જોડીને કહ્યુ હતુ ‘મને ઉપર જવાની મંજૂરી આપો.' ઈન્સ્પેક્ટર દિનેસ પહેલા તો સમજી ના શક્યા કે આટલો મોટો ગુનો કર્યા બાદ આ વ્યક્તિ મુંબઈ પોલિસની કસ્ટડીમાં છે, તે ઉપર જવાની પરવાનગી કેમ માંગી રહ્યો છે. તેમણે ફરીથી કસાબને પૂછ્યુ કે તે શું ઈચ્છે છે ત્યારે પણ કસાબે કહ્યુ કે ઉપર જવા ઈચ્છે છે.

પીવા માટે જ્યૂસ આપ્યુ હતુ
બાદમાં કસાબે આવુ કહેવા પાછળની એક અલગ જ કહાની સામે આવી. વાસ્તવમાં 10 આતંકી પાંચ જોડીઓમાં વહેંચાઈ ગયા હતા. કસાબનો સાથી પોલિસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો પરંતુ કસાબ જીવિત હતો. મુંબઈ પોલિસ ગમે તેમ કરીને તેને જીવતો રાખવા માંગતી હતી જેથી આખા ષડયંત્ર વિશે માહિતી મેળવી શકાય. આના માટે તેના આરોગ્યનુ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યુ હતુ.

હાથમાં વાગી હતી ગોળી
કસાબના હાથમં ગોળી વાગી હતી એવામાં જો તેનુ મોત થઈ જતુ તો ષડયંત્ર વિશે માહિતી મેળવવી મુશ્કેલ બની જાત. ઈન્સ્પેક્ટર દિનેશ કદમે તેને એક દિવસ મોસંબીનો જ્યૂસ આપ્યો હતો. જે પીવામાં કડવો હતો મોટાભાગે મોસંબીના જ્યૂસમાં ખાંડ નાખવામાં આવે તો તે થોડો કડવો લાગે છે. પરંતુ કસાબને લાગ્યુ કે તેમાં ઝેર છે.

કસાબને નજીક લાગી રહ્યુ હતુ મોત
જ્યૂસ પીતા જ તેને લાગ્યુ કે આમાં પોલિસે ઝેર મિલાવી દીધુ છે અને તેનુ મોત થઈ જશે. આનાથી તેને લાગવા લાગદ્યુ કે મોત તેની નજીક છે. આના કારણે તેણે ઈન્સ્પેક્ટર દિનેશ કદમને કહ્યુ, ‘સારુ હવે મને ઉપર જવાની પરવાનગી આપો.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
