RSS પર રાહુલ ગાંધીના તીખા પ્રહાર, કહ્યું- 21મીં સદીના કૌરવો હાફ પેન્ટ પહેરે છે
રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે.
કુરૂક્ષેત્ર : રાહુલ ગાંધી આ દિવસોમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ દરમિયાન તેઓ સતત કેન્દ્ર સરકાર, બીજેપી અને આરએસએસ પર પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ ફરીથી રાહુલ ગાંધીએ આએસએસ પર તીખા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પ્રહારો કરતા આરએસએસની તુલના કૌરવો સાથે કરી છે.

રાહુલ ગાંધીની આગેવાની વાળી કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિવસોમાં હરિયાણામાં છે. રાહુલ ગાંધીએ અહીં કુરૂક્ષેત્રથી આરએસએસ પર પ્રહારો કરતા કહ્યું કે, 21મી સદીના કૌરવો ખાકી હાફ પેન્ટ પહેરે છે અને શાખાઓ ચલાવે છે. તેની પાછળ દેશના 2-3 અમીર લોકો ઉભા છે.
રાહુલ ગાંધી સતત આરએસએસ પર પ્રહારો કરતા રહ્યા છે ત્યારે તેમણે આગળ કહ્યું કે, આરએસએસના લોકો ક્યારેય હર હર મહાદેવના નારા નથી લગાવતા, કારણ કે ભગવાન શિવ એક તપસ્વી હતા અને આ લોકો ભારતની તપસ્યા પર પ્રહારો કરી રહ્યા છે. આ લોકોએ માતા સીતાને જય સિયા રામથી દૂર કર્યા. આ લોકો ભારતની સંસ્કૃતિ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પાંડવોએ ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. અમારી ભારત જોડો યાત્રામાં કોઈનો ધર્મ પૂછાયો નથી.
#WATCH | 'Kauravas' of the 21st century wear Khakhi half-pant and run 'shakhas'. Besides them stand the country's 2-3 richest people: Congress MP Rahul Gandhi in Haryana pic.twitter.com/F6mnYE1Yz6
— ANI (@ANI) January 9, 2023
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આ દિવસોમાં હરિયાણામાં છે અને કાશ્મીર તરફ આગળ વધી રહી છે ત્યારે રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભારત જોડો યાત્રા બેરોજગારી-મોંઘવારી સાથે સમાજમાં ફેલાયેલા નફરત અને ભયના વિરોધમાં છે. તેમણે આગળ કહ્યું કે, અમે આને તપસ્યા તરીકે જોઈ રહ્યા છીએ. કોંગ્રેસ તપસ્યામાં માને છે, જ્યારે ભાજપ પૂજાનું સંગઠન છે.
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, ભાજપ અને આરએસએસ તપસ્યાને માન આપતા નથી. તે ઈચ્છે છે કે જે તેની પૂજા કરે છે તેને જ સન્માન આપવામાં આવે. અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, એક વાત હું સમજી ગયો છું કે આ લડાઈ વાસ્તવિકતામાં રાજકીય નથી, ઉપરછલ્લી રીતે આ એક રાજકીય લડાઈ છે. જ્યારે આપણે બીએસપી કે ટીઆરએસ સાથે લડીએ છીએ, તે રાજકીય લડાઈ છે. પરંતુ દેશમાં પરિવર્તન આવ્યું છે.
અહીં રાહુલ ગાંધીએ કહ્યું કે, જે દિવસે RSS એ આ દેશની સંસ્થાઓને નિયંત્રિત કરી, લડાઈ હવે રાજકીય રહી નથી. હવે આ એક અલગ યુદ્ધ છે. તમે તેને વિચારધારાની લડાઈ કહી શકો, ધર્મની લડાઈ કહી શકો અથવા તમે તેને કોઈ પણ રૂપ આપી શકો, પરંતુ તે કોઈ રાજકીય લડાઈ નથી.
તેમણે આગળ કહ્યું કે, જો તમે કોંગ્રેસ પાર્ટીનો ઈતિહાસ જુઓ તો કાર્યકરોમાં એક ઉર્જા છે. તે તપસ્યાથી બનેલી સંસ્થા છે. આરએસએસ ઇચ્છે છે કે તેની જબરદસ્તીથી પૂજા કરવામાં આવે. પીએમ મોદી આ જ ઇચ્છે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
