સંજય રાઉતે લગાવ્યો આરોપ, શિવસેના નામ અને ચૂંટણી ચિન્હ માટે 2000 કરોડની ડીલ
ચૂંટણીપંચે ચુકાદો આપ્યો હતો કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને મૂળ શિવસેનાનું નામ અને તેના ધનુષ અને તીરનું પ્રતીક મળશે. આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેની છાવણીને મોટો ફટકો પડ્યો છે.
ઉદ્ધવ ઠાકરે જૂથથી શિવસેનાનું ચૂંટણી ચિન્હ અને પાર્ટીનું નામ છિનવાઇ ગયા બાદ શિંદે જૂથ પર ઉદ્ધવ જૂથના નેતાઓ દ્વારા આરોપપ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે. હવે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથને અસલી શિવસેના જાહેર કરવા અંગે મોટો દાવો કર્યો છે.

ભાજપ અને એકનાથ શિંદે જૂથ પર મોટો આરોપ લગાવતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેનાનું નામ અને પ્રતિક મેળવવા માટે 2000 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી.

6 મહિનામાં 2000 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા
સંજય રાઉતે જણાવ્યું હતું કે, શિવસેના અને તેનું ચૂંટણી ચિન્હ (ધનુષ અને તીર) છીનવી લેવામાં આવ્યું છે અને આમ કરવા માટે આ મામલે અત્યાર સુધીમાં 2,000 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે.
સંજય રાઉતે જણાવ્યું હતું કે, મેં મારા ટ્વિટ દ્વારા દેશને જાણ કરી છે. આપણું ચૂંટણી ચિન્હ અને શિવસેનાનું નામ જે રીતે લેવામાં આવે છે, તે માત્ર એટલું જ નહીં, તે એક બિઝનેસ ડીલ છે. જેના માટે 6 મહિનામાં 2000 કરોડ રૂપિયાની લેવડદેવડ થાય છે અને તે મારું પ્રારંભિક અનુમાન છે.

ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ
સંજય રાઉતે જણાવ્યું હતું કે, જે પક્ષ, નેતા અને અનૈતિક જૂથ અમારા કોર્પોરેટર્સને ખરીદવા માટે ધારાસભ્યો માટે 50 કરોડ, સાંસદો માટે 100 કરોડ અને 50 લાખથી 1 કરોડની બોલી લગાવે છે. તમે નક્કી કરો કે, અમારું નામ શિવસેના અને ચૂંટણી ચિન્હ મેળવવા માટે કેટલી બોલી લાગશે? મારી માહિતી રૂપિયા 2,000 કરોડ છે.
|
અમિત શાહ પર પણ સાધ્યું નિશાન
સંજય રાઉતે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના લોકો અમિત શાહ શું કહે છે, તેના પર ધ્યાન આપતા નથી. જેઓ સત્ય ખરીદવાનું કામ કરે છે, તેઓ અસત્ય અને સત્યની શું વાત કરે છે. લોકોએ નક્કી કરવાનું છે અને જ્યારે સમય આવશે, ત્યારે તેઓ કરશે. મહારાષ્ટ્રના લોકો નક્કી કરશે કે, શિવસેના કોણ હતી અને કોણ હશે. મહારાષ્ટ્રમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તે સમય આવશે, ત્યારે બતાવીશું. અમે હવે કંઈ કહીશું નહીં.
|
સંજય રાઉતે કહ્યું - આ વાત 100 ટકા સાચી છે
સંજય રાઉતે જણાવ્યું હતું કે, મને ખાતરી છે કે. ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને વ્યવહારો થયા છે, આ એક પ્રાથમિક આંકડો છે અને 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતો બહાર આવશે. દેશના ઈતિહાસમાં આવું ક્યારેય બન્યું ન હતું.












Click it and Unblock the Notifications
