બાબરી મસ્જિદ ધ્વંસ: 20 સાલ બાદ, અયોધ્યામાં કડક સુરક્ષા
અયોધ્યા, 6 ડિસેમ્બર: અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદ ધ્વંસને આજે 20 વર્ષ પુરા થતાં ભારત-નેપાળ બોર્ડર પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ આ 6 ડિસેમ્બરને શૌર્ય દિવસના રૂપમાં મનાવતાં આજે અહીં સંત સંમેલન યોજવામાં આવી રહ્યું છે તો મુસ્લિમ સંગઠન ધંધા રોજગાર બંધ કરીને યૌમેગમ દિવસ મનાવે છે.
વિશ્વ હિન્દુ પરિષદના સૂત્રોના જણાવ્યા અનુસાર સંત સંમેલનમાં વિવાદિત ધર્મસ્થળ પર આજે ભવ્ય રામ મંદિર નિર્માણના સંકલ્પ સાથે-સાથે કાશી અને મથુરાની મુક્તિનો પણ સંકલ્પ કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદના મિડીયા પ્રભારી શરદ શર્માએ જણાવ્યું હતું કે દેશભરમાં વિવિધ સ્થળોએ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગળના કાર્યકર્તા હિન્દુ સમાજને અપીલ કરશે કે તે મઠ મંદિરો અને ઘરોમાં દિવા પ્રગટાવીને પૂજા-પાઠ કરીને અયોધ્યામાં વિવાદિત શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ કરશે.

બીજી તરફ બાબરી મસ્જિદ એક્શન કમીટીના અનુસાર આજે મુસ્લિમ સંગઠનના લોકો પોતાની દુકાનો બંધ કરીને યૌમેગમ દિવસ મનાવશે તથા બાબરી મસ્જિદના પુનનિર્માણ માટે દુવા કરશે. ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના પ્રદેશ અધ્યક્ષ ડૉ. નજમૂલ હસન ગનીએ જણાવ્યું હતું કે 6 ડિસેમ્બરે મુસ્લિમ સમુદાય કાળા દિવસ તરીકે મનાવશે. તથા જિલ્લાધિકારીના માધ્યમથી વડાપ્રધાનને એક અરજી આપશે જેમાં પૂર્વ વડાપ્રધાન મંત્રી પીવી નરસિંહ રાવે બાબરી મસ્જિદને તે સ્થળ પર પુન નિર્માણ કરવાની જાહેરાતને પુરી કરવાની માંગણી કરવામાં આવશે.
સુરક્ષાને ધ્યાનમાં રાખતાં અયોધ્યા-ફૈજાબાદને 6 જોન અને 12 સેક્ટરોમાં વહેંચવામાં આવી છે જેમાં મેજિસ્ટ્રેટોને નિમવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસને છોડીને મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને ગોઠવવામાં આવ્યાં છે. અયોધ્યા અને ફૈજાબાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન અને ખાનગી સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જિલ્લા અધિકારી અજય કુમાર શુક્લ અને વરિષ્ઠ પોલીસ અધિકારી ધમેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે પોલીસ ટુકડી સિવાય બે એએસપી, 10 ડીએસપી, 60 ઉપનિરીક્ષક, 200 સિપાહી, પાંચ કંપની પીએસી અને બે કંપની આરપીએફને ગોઠવવામાં આવ્યાં છે. આ સિવાય આગામી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત ભારત-નેપાળ સીમા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નેપાળની બોર્ડર પર અવર-જવર કરનારાઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
