શ્રદ્ધાની હત્યાના 20 દિવસ બાદ આફતાબે ફ્લેટ પર બોલાવી હતી યુવતી, આખી રાત કરી હતી ઐય્યાસી
શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. શ્રદ્ધાનો હત્યારો આફતાબ પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછમાં નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યાના થોડા દિવસો પછી, આફતાબે
શ્રદ્ધા હત્યાકાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. શ્રદ્ધાનો હત્યારો આફતાબ પોલીસ કસ્ટડીમાં છે. પૂછપરછમાં નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યાના થોડા દિવસો પછી, આફતાબે ડેટિંગ એપ દ્વારા બીજી છોકરીને પોતાની જાળમાં ફસાવી અને તેને તે જ ફ્લેટમાં બોલાવી જ્યાં શ્રદ્ધાના ટુકડા રાખવામાં આવ્યા હતા. આફતાબને તે યુવતી સાથે સંબંધ હતો.

ફ્રિજમાંથી કાઢીને બેડમાં છુપાવ્યા બોડી પાર્ટસ
રિપોર્ટ્સ અનુસાર આફતાબે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે છોકરીના આવતા પહેલા જ તેણે ફ્રિજમાંથી શ્રદ્ધાના શરીરના ટુકડા કાઢીને બેડમાં સંતાડી દીધા હતા. આફતાબ રૂમમાં રૂમ ફ્રેશનર અને અગરબત્તી સળગાવતો હતો જેથી દુર્ગંધ ન આવે.

કોલ સેન્ટરમાં થઇ હતી મિત્રતા, ઘર છોડી આફતાબ સાથે રહેતી હતી શ્રદ્ધા
શ્રદ્ધા વોકર તેના પરિવાર સાથે મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતી હતી. કોલ સેન્ટરમાં કામ કરતી વખતે શ્રદ્ધા આફતાબ અમીનને મળી હતી. બંને વચ્ચે નિકટતા વધી. જ્યારે પરિવારને આ સંબંધની જાણ થઈ તો તેઓએ વિરોધ કર્યો. આ પછી શ્રદ્ધાએ પોતાનું ઘર છોડી દીધું અને આફતાબ સાથે રહેવા લાગી. બંને અચાનક મુંબઈ છોડીને દિલ્હી આવી ગયા. અહીં મહેરૌલીના છતરપુર વિસ્તારમાં રહેવાનું શરૂ કર્યું. દરમિયાન શ્રદ્ધાનો ફોન નંબર સ્વિચ ઓફ આવ્યો હતો.

આફતાબે કબુલ્યુ, શ્રદ્ધાની હત્યા બાદ કર્યા હતા 35 ટુકડા
પોલીસે આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી છે. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. દિલ્હી પોલીસે સોમવારે આ બાબતનો ખુલાસો કર્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આફતાબે છ મહિના પહેલા શ્રદ્ધાની હત્યા કરી હતી. શ્રદ્ધા આફતાબ પર લગ્ન માટે દબાણ કરતી હતી. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. તેણે 18 દિવસમાં લાશના આ ટુકડા જંગલોમાં ફેંકી દીધા હતા. સોમવારે દિલ્હીની કોર્ટે આફતાબને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
