Monkeypoxના 2 કેસ આવ્યા સામે, કેન્દ્ર સરકાર એલર્ટ, એરપોર્ટ પર વિદેશી મુસાફરોની થશે કડક તપાસ
મંકીપૉક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ મંકીપૉક્સના બે કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સોમવારે બંદરો અને એરપોર્ટને તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવા જણાવ્યુ હતુ. કેન્દ્ર સરકારે કહ્યુ છે કે આમ કરવાથી મંકીપૉક્સનો ફેલાવો અટકી જશે. તાજેતરમાં કેરળમાં મંકીપૉક્સનો બીજો કેસ નોંધાયો હતો. સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે બેઠકમાં એરપોર્ટ અને પોર્ટના આરોગ્ય અધિકારીઓ અને આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણની પ્રાદેશિક કચેરીઓના પ્રાદેશિક નિર્દેશકોએ હાજરી આપી હતી.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે તમામ આવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક આરોગ્ય તપાસ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે. આની મદદથી દેશમાં મંકીપૉક્સના મામલાઓને નિયંત્રિત કરી શકાશે. બંદરો અને એરપોર્ટે આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાનુ પાલન કરવુ પડશે.
આ પહેલા સોમવારે કેરળનો એક 31 વર્ષીય વ્યક્તિ મંકીપૉક્સથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ વ્યક્તિ કન્નુરની પરિયારામ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. ગયા અઠવાડિયે યુએઈથી કેરળ પરત ફરેલા એક વ્યક્તિનો મંકીપૉક્સ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) આ અઠવાડિયે 21 જુલાઈના રોજ મંકીપૉક્સના વધતા કેસોને લઈને એક બેઠક યોજશે. જેમાં તે વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી છે કે નહીં તેના પર ચર્ચા કરશે. મંકીપૉક્સથી પ્રભાવિત લગભગ તમામ દર્દીઓ અત્યાર સુધીમાં પુરુષો છે જેમની સરેરાશ ઉંમર 37 વર્ષની છે. જેમાંથી ત્રણ અને પાંચમાની પુરુષો સાથે યૌન સંબંંધ રાખતા પુરુષો તરીકે થઈ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
