1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમે રેસલરોને આપ્યુ સમર્થન, કહ્યું- પહેલવાનો સાથેના ગેરવર્તનથી અમે પરેશાન
રેસલરોના વિરોધને 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. WFI ચીફ બ્રિજ ભૂષણના જાતીય સતામણીના આરોપો પર રેસલરોના વિરોધ અંગે ટીમના સભ્યએ જણાવ્યું હતું કે અમે 'વ્યથિત અને દુઃખી' છીએ. ભારતના 1983ના ક્રિકેટરે વિનંતી કરી હતી કે રેસલોરોએ તેમના મેડલ અંગે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ.

1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના મદન લાલે રેસલરો સાથે કરવામાં આવતા ખરાબ વર્તનની ટીકા કરી હતી. તેણે કહ્યું કે કુસ્તીબાજોને તેમના મેડલ ફેંકી દેવાનો નિર્ણય દીલ દુખાવનારો છે.
પૂર્વ ક્રિકેટરે કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. "તેઓએ (રેસલરોએ) તેમના મેડલ ફેંકી દેવાનો નિર્ણય કર્યો છે. તે દીલ દુખાવનારો નિર્ણય છે. અમે તેમને મેડલ ફેંકી દેવાની તરફેણમાં નથી કારણ કે મેડલ મેળવવું સરળ નથી અને અમે સરકારને આ મુદ્દાને વહેલી તકે ઉકેલવા વિનંતી કરીએ છીએ.
રેસલરોના વિરોધ અંગે પૂર્વ ક્રિકેટર મદન લાલે વધુમાં કહ્યું કે તેઓ કુશ્તીના ચેમ્પિયન સાથે ગેરવર્તણૂક જોઈને નારાજ છે. ચિંતિત છે કે તેઓ તેમના મહેનતના ચંદ્રકોને ગંગા નદીમાં ફેંકી દેવાની યોજના બનાવી રહ્યા છે. વર્ષોના પ્રયત્નો, બલિદાન, નિશ્ચય અને ધૈર્યએ આ મેડલ હાંસલ કરવામાં ફાળો આપ્યો છે. મેડલ માત્ર ખેલાડીઓ માટે જ નહીં પરંતુ દેશ માટે પણ ગર્વ અને આનંદની વાત છે.
પૂર્વ ક્રિકેટરે રેસલરોને વિનંતી કરી કે તેઓ આ મામલે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે. મદન લાલે આશા વ્યક્ત કરી હતી કે રેસલરોની ફરિયાદો સાંભળવામાં આવશે અને ટૂંક સમયમાં તેનું નિરાકરણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, દરેક વસ્તુ કાયદા અનુસાર થવા દેવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
