કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઈને સરકાર એક્શનમાં, 1800 CRPF જવાનો તૈનાત કરાશે
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં બે તાજા આતંકી હુમલાઓ અને નાગરિકોની હત્યાઓને લઈને જમ્મુ અને કાશ્મીરમાં 18 વધારાની કંપનીઓ મોકલશે.
નવી દિલ્હી : કાશ્મીરમાંથી કલમ 370 ની નાબુદી થયા બાદ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના પેટમાં તેલ રેડાયુ છે અને સતત નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત હત્યાઓ થઈ રહી છે ત્યારે હવે ભારત સરકાર એક્શનમાં આવી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફની 18 કંપનીઓ તૈનાક કરવા જઈ રહી છે.

સુત્રો દ્વારા મળી રહેલી વિગતો અનુસાર, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ રાજૌરી જિલ્લામાં બે તાજા આતંકી હુમલાઓ અને નાગરિકોની હત્યાઓને લઈને જમ્મુ અને કાશ્મીરમાં 18 વધારાની કંપનીઓ મોકલશે. CRPFની 18 કંપનીઓના લગભગ 1800 સૈનિકો કરાશે. આ જવાનો જમ્મુ ક્ષેત્રના સંવેદનશીલ વિસ્તારોમાં મુખ્યત્વે પૂંચ અને રાજૌરી જિલ્લામાં તૈનાત કરાશે.
વિગતો અનુસાર, હાલ કાશ્મીરમાં સીઆરપીએફની 8 કંપનીઓ હાજર છે તેને હવે અલગ અલગ જગ્યાઓએ તૈનાક કરાશે. આ સિવાયની 10 કંપનીઓ દિલ્હીથી કાશ્મીર મોકલવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.
સુત્રો દ્વારા સામે આવેલી માહિતી અનુસાર, હાલમાં જ આતંકી હુમલાઓને લઈને મળી રહેલા ઈનપુટને લઈને ગૃહ મંત્રાલયે આ આદેશ જારી કર્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કાશ્મીર રાજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં રવિવારે સાંજે અને સોમવારે સવારે બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં બે બાળકો સહિત છ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં અન્ય કેટલાક ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, વિસ્ફોટ સોમવારે સવારે શંકાસ્પદ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસથી કરવામાં આવ્યો હતો. આ પછી બે બાળકોના મોત થયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
