દિલ્હી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 18 લોકોનાં મોત, તપાસ માટે ટીમનું ગઠન, PMએ શોક વ્યક્ત કર્યો
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં થયેલી ભાગદોડીની ઘટના હજી તાજી જ છે, ત્યારે વધુ એક ભાગદોડની ઘટના સામે આવીછે. મળતી માહિતી મુજબ, શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટના બની હતી,આ ભાગદોડની ઘટનામાં 18 લોકોનાં મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. ભાગદોડમાં ઘાયલો થયેલા લોકોને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે રેલવેએ તપાસ કરવા અને ઘટનાના કારણો શોધવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડમાં રાષ્ટ્રપતિ દ્રૌપર્દી મુર્મુએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
Deeply anguished to know about the loss of lives in a stampede at New Delhi Railway station. I extend my heartfelt condolences to the bereaved families and pray for speedy recovery of those injured.
— President of India (@rashtrapatibhvn) February 16, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ આ અકસ્માતથી દુઃખી છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.
Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.
— Narendra Modi (@narendramodi) February 15, 2025
આ ઘટના રાત્રે લગભગ 10 વાગ્યે પ્લેટફોર્મ નંબર 13 અને 14 પર બની હતી જ્યારે હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ જવા માટે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના વધુ પડતી ભીડને કારણે બની હતી.
દિલ્હી ફાયર સર્વિસને ઘટનાની માહિતી મળ્યા બાદ ચાર ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘાયલોને સારવાર માટે LNJP અને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ મામલે સરકાર પાસેથી પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી છે. તેમણે મૃતકો અને ઘાયલોની સાચી સંખ્યા જાહેર કરવાની પણ અપીલ કરી.
જ્યારે આ તરફ દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે પીડિત પરિવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવશે.
ઘટના બાદ દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ રેલ્વે સ્ટેશન અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
