કર્ણાટકઃ 14 બાગી ધારાસભ્યએ મુંબઈ છોડ્યુ, બસથી રવાના થયા ગોવા
જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના 14 બાગી ધારાસભ્ય સોમવારે મુંબઈ છોડી ગોવા માટે રવાના થઈ ગયા.
કર્ણાટકનું રાજકીય નાટક દરેક પળ નવો વળાંક લઈ રહ્યુ છે. ભાજપ અને સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ સતત એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. વળી, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા બાગી ધારાસભ્યોને મનાવવાની પૂરી કોશિશ કરવામાં આવી રહી છે. આ કોશિશો હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર બાગી ધારાસભ્યોને સમજાવવા બેંગલુરુથી મુંબઈ પહોંચવાના હતા. આ દરમિયાન જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના 14 બાગી ધારાસભ્ય સોમવારે મુંબઈ છોડી ગોવા માટે રવાના થઈ ગયા.

તેમની સાથે મુંબઈ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ મોહિત ભારતીય પણ છે. સૂત્રોએ કહ્યુ કે મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્ય પ્રસાદ લાડે કહ્યુ કે 14 ધારાસભ્ય ઉપનગરીય બાંદ્રાની એક આલીશાન હોટલમાંથી સાંજે પાંચ વાગે રવાના થઈ ગયા. તેમના ગોવામાં એક રિસોર્ટમાં રોકાવાની સંભાવના છે. કર્ણાટકના રાજકીય ઘટનાક્રમ માટે હવે બધાની નજર ગોવા પર ટકી ગઈ છે. આ પહેલા કર્ણાટક કોંગ્રેસ-જદ (એસ) ધારાસભ્યોના મુંબઈના બાંદ્રા કુર્લા સ્થિત સોફિટેલ હોટલમાં રોકાણ દરમિયાન રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમના પર નજર રાખેલી હતી.
આ દરમિયાન મુંબઈથી ગોવા લઈ જવાઈ રહેલા ધારાસભ્યો માટે પૂણેમાં 18 સીટરનું એક ચાર્ટર્ડ પ્લેન સ્ટેન્ટ બાય પર રાખવામાં આવ્યુ છે. સૂત્રો મુજબ કહેવામાં આવી રહ્યુ છે કે પૂણેથી ગોવા સુધી ધારાસભ્યોને ફ્લાઈટમાં લઈ જવામાં આવશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના 21, જેડીએસના 9 અને 2 અપક્ષ (એસ નાગેશ) મંત્રીઓના રાજીનામાએ કર્ણાટકમાં રાજકીય સંકટ વધારી દીધુ છે. જો કે સીએમ કુમારસ્વામી આનાથી નિશ્ચિંત છે અને કહી રહ્યા છે કે વર્તમાન રાજકીય સંકટથી સરકારને કોઈ ખતરો નથી અને તે વાતચીત દ્વારા મામલો ઉકેલી લેશે.
આ તરફ બે અપક્ષ મંત્રીઓના રાજીનામા બાદ કર્ણાટક ભાજપ અધ્યક્ષ યેદુરપ્પાએ કહ્યુ કે બે અપક્ષ ધારાસભ્યોએ ગવર્નર સાથે મુલાકાત કરીને એક પત્ર આપ્યો છે જેમાં તેમણે ભાજપને સમર્થન આપવાની વાત કહી છે. તેમના સમર્થન બાદ ભાજપનુ સંખ્યબળ હવે 105+2 એટલે કે 107 થઈ ગયુ છે.
આ પણ વાંચોઃ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
