આ 11 વાતો, જે ભારતના માર્ગો પર છે બિલકુલ સામાન્ય વાત
નવી દિલ્હી: ભારતની વધતી જતી વસ્તીનો અંદાજો અહીંના માર્ગોની પરિસ્થિતી પરથી લગાવી શકાય છે. ભારતના માર્ગોની વાત જ નિરાળી છે. કેટલાક લોકો માટે આ જીંદગી એક મહત્વપૂર્ણ ભાગ છે. આપણે દરરોજ સવારે આવતાં-જતાં ના જાણે કેટલો સમય રસ્તા પર વિતાવતા હશું. ક્યારેક રસ્તાઓ માટે સરકારને જવાબદાર ગણીએ છીએ, તો ક્યારેક આ માર્ગો પર હાથમાં હાથ નાખીને ફરીએ છીએ છે.
ભારતના માર્ગો પોતાનામાં એક નાનકડી હરતી ફરતી જીંદગી છે. અહીં તમને રસ્તાઓ પર પણ તમારા કામની ચીજ વસ્તુઓ મળી જશે. રસ્તાના કિનારે પાકિટથી માંડીને ખાણીપીણીની બધી વસ્તુઓ તમારી સમક્ષ ઉપલબ્ધ રહે છે. જો કે અમે અહીં તમને કેટલીક એવી વાતો જણાવવાના છીએ, જે ભારતના રસ્તાઓ પર દરરોજ તમે જરૂર દેખાતા હશો.
તો સ્લાઇડર ફેરવો અને જુઓ 11 એવી વાતો, જે તમે જરૂર જોશો ભારતના માર્ગો પર.

રસ્તાની વચ્ચે પસાર થતી ગાય
ગાય આપણી માતા તો જરૂર છે, પરંતુ ભારતમાં તમે ગાયને રસ્તા વચ્ચે આરામથી ચાલાતાં જોઇ શકશો. જે ક્યારેય તેમની પોતાના જીવ અને ક્યારેય આપણા જીવ માટે પણ ખતરનાક હોય છે.
વિશ્વના આ 10 દેશ પાસે છે સૌથી શક્તિશાળી સેના

અહીં બધુ મળે છે
ભારતમાં રસ્તાના કિનારે પાકિટથી માંડીને ફળ, ફૂલ અને સમોસાઅ-જલેબી પણ મળી જશે. પાણીપુરીની લારીઓ તો તમને દરેક ગલી મહોલ્લાનાના કિનારે મળી જશે.
મરતાં પહેલાં ચોક્ક્સ ચાખી લેજો આ 10 વ્યંજન

તમે બચી નહી શકો આમનાથી
અહીં રસ્તાઓ પર ભિખારીઓનું હોવું સામાન્ય વાત છે. ક્યારેક તો તમે તેમને પૈસા આપીને તગેડી દો છો. પરંતુ ક્યારેક ન આપો તો તે તમને પરેશાન પણ કરી નાખે છે.
આજથી મુંબઇ મેટ્રોનો આરંભ; મુંબઇ મેટ્રો અંગે જાણવા જેવી 10 બાબતો

મોટી વાત છે આ
ભારતના માર્ગો પર ખાડા હોવા એટલી જ સામાન્ય વાત છે જેટલી પ્રાણી સંગ્રહાલયમાં સિંહનું હોવું. અને વરસાદની સિઝન તો તમને દરેક માર્ગ પર નાનુ તળાવ પણ બનેલું જોવા મળી શકે છે.
જીવનનો હિસ્સો બની ગયેલી 10 ભારતીય માન્યતાઓ

ફૂટપાથ બિઝનેસનો અડ્ડો
અહીં ફૂટપાથ એક નાના મોટા બિઝનેસનો અડ્ડો છે. જ્યાં જુગાર રમનારાથી માંડીને ફળ-ફૂલ વેચનાર પણ બિંદાસપણે પોતાનો બિઝનેસ કરે છે. પોલીસ આવતાં જ તે ગાયબ જરૂર થઇ જાય છે, પરંતુ ફરીથી જામતાં તેમને સમય લાગતો નથી.
જીવનનો હિસ્સો બની ગયેલી 10 ભારતીય માન્યતાઓ

ગાડીની કતાર
ભારતની વસ્તી રસ્તા પર નિકળતાં ખબર પડી જાય છે. અહીં કલાકો સુધી ઘણીવાર કિલોમીટર લાંબી જામ ટ્રાફિક જામ માર્ગો તમને ફસાવી શકે છે.
આ 10 વસ્તુઓ જે ભારત સિવાય બીજે ક્યાંય હોતી નથી

જામ છે હોર્ન પણ વાગશે
અને ટ્રાફિકજામની સાથે હોર્નનો અવાજ સાંભળવા માટે પણ તૈયાર રહો. તમે અહીં માર્ગો પર સતત હોર્નનો અવાજ સાંભળવા મળશે. કોઇ જામમાં ફસાયેલા હોય તો આગળ નિકળવું હોય, હોર્ન તો વાગશે જ.

કચરાના ઢગલા
રસ્તા પર કચરાના ઢગલા તમારું ત્યાંથી પસાર થવું બંધ કરાવી શકે છે. અહીં ઘણા એવા મુખ્ય માર્ગો છે, જેના રસ્તાના કિનારે કચરાના ઢગલા જોવા મળે છે. જેથી અવર-જવર ખૂબ મુશ્કેલી થાય છે.

આગળ નિકળવાની હરિફાઇ
આમ તો ભારતના લોકો ખૂબ સહનશીલ હોય છે. પરંતુ રસ્તા પર તેમનું ધૈર્ય ક્યાંક ખોવાઇ જાય છે. આગળ નિકળવાની હોડમાં અહીં રસ્તાઓ દર વર્ષે ઘણા અકસ્માતો સર્જાય છે.

અજબ ગજબ સ્લોગન
ભારતમાં સ્તાઓની સાથે-સાથે તમને ટ્રકો અને બસોની પાછળ ઘણા વિચિત્ર સ્લોગન પણ જોવા મળશે. ઘણા તો તમને સંદેશ આપે છે તો કેટલાક ઘણા હાસ્યાપદ હોય છે.

રસ્તાના કિનારે ઢાબા
ભારતમાં તમને રસ્તાના કિનારે ઘણા ઢાબા મળી જશે. જ્યાં સારું ખાવાનું જરૂર મળી શકે છે. પિંકી-દા-ઢાબાથી માંડીએ પાપેજી-દા-ઢાબા, અહીં નાના શહેરોથી માંડીને હાઇફાઇ ઢાબા પણ મળી જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
