બર્થ ડે સ્પેશ્યલ: આ કામ ખાલી પીએમ તરીકે મોદીએ જ કર્યા છે!
દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી નો અંદાજ હંમેશા અલગ અને અનોખો રહ્યો છે. પછી તે તેમનો કામ કરવાની રીત હોય કે કામ નીકળવાની. ત્યારે આજે તેમના જન્મદિવસ પર જાણો તેવી કેટલીક ખાસ વાતો જે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કરી છે. અને આ પહેલા કોઇ પણ વડાપ્રધાન નથી કરી.
ભીડથી અલગ અંદાજ
દેશના વડાપ્રધાનનું પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીએ તેવા અનેક કામ કર્યા છે. જે તેમના પહેલાની કોઇ સરકાર કે વડાપ્રધાનને નથી કર્યા. તે પછી વિદેશ પ્રવાસની વાત હોય, વિદેશી મહેમાનોના સ્વાગતની વાત હોય, લોકો સાથે જોડાવાની વાત હોય કે પછી મુશ્કેલી સ્થિતિમાં નિર્ણય લેવાની વાત હોય દર વાતમાં મોદી ભીડથી હટીને અલગ અંદાજમાં જોવા મળ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદીના આવા જ 10 કામનું લિસ્ટ વાંચો અહીં...

સાર્ક દેશોને આમંત્રણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના એક માત્ર તેવા વડાપ્રધાન છે જેમના શપથ ગ્રહણ સમયે સાર્ક દેશોના પ્રમુખ આમંત્રિત કરવામાં આવ્યા હોય અને તે હાજર રહ્યા હોય. મોદીએ તેમની શપથવિધિથી જ તેમની વિદેશ નીતિને મજબૂતી બતાવી હતી. અને પડોશી રાજ્યો સાથે નવા સંબંધોથી શરૂઆત કરી હતી.

મન કી બાત
લોકો સાથે જોડાવવાનો અનોખો અભિગમ રેડિયાના માધ્યમથી અપનાવ્યો હતો. અને આમ કરીને તેમણે નવી પહેલ કરી હતી. એટલું જ નહીં મોટા ભાગે તેમના આ કાર્યક્રમમાં રાજકારણથી હટીને લોકોની સમસ્યા અને સરકારના કાર્યો વિષે જાણકારી આપવામાં આવે છે. અને આવું કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા વ્યક્તિ છે.

સ્વચ્છ ભારત
ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી સ્વચ્છતા એક મોટી સમસ્યા હતા. દરેક પ્રધાનમંત્રી તેના માટે અલગ અલગ પ્રયાસો કર્યા હતા. પણ મોદી તેના લોકોને મોટે પાયે જોડ્યા હતા. જે સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે ખૂબ જ જરૂરી હતું. તેમના સ્વચ્છ ભારત અભિયાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તેનાથી આ પ્રશ્નને એક હદે રાહત જરૂરથી મળી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ
આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતું કે કોઇ અમેરીકી રાષ્ટ્રપતિ ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે ભાગ લે. બરાક ઓબામાની ગણતંત્ર દિવસ પર હાજરી પણ મોદીની આગવી વિદેશ નિતિનો પરિચય આપે છે.

ચીની રાષ્ટ્રપતિનું સ્વાગત દિલ્હીથી દૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય એક પહેલ તે કરી હતી કે તેમણે ચીની રાષ્ટ્રપતિને દિલ્હીની બહાર ગુજરાત ખાતે અનોખી રીતથી સ્વાગત કર્યું હતું. અને તેમના સ્વાગત માટે અલગથી ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી.

દિવાળી જવાનો સાથે
આ પહેલા રક્ષામંત્રીએ દિવાળી જવાનો સાથે મનાવી છે પણ વડાપ્રધાન દિવાળીના અવસર જવાનો સાથે વીતાવે તે પણ સિયાચીન જેવી જગ્યાએ તે પહેલી વાર બન્યું હતું.

સંસદને પગે લાગીને
નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે જ્યારે પહેલી વાર દિલ્હીના સંસદ ભવન ખાતે પહોંચ્યા હતા ત્યારે તેમણે સંસદભવનની પગથિયાને આ રીતે પ્રણામ કર્યું હતું. નોંધનીય છે કે આવું કરનાર તે પહેલા વડાપ્રધાન હતા.

સાઉદી અરબમાં મહિલા સાહસિકોને મળ્યા
સાઉદી અરબમાં મહિલા સાહસિકોને કોઇ અન્ય દેશનો વડાપ્રધાન મળ્યો હોય તેવું પણ પહેલી વાર થયું હતું. મોદી સાઉદી અરબના આવા પહેલા વિદેશી અતિથિ હતા. એટલું જ નહીં તેમની આ સમયે લીધેલી સેલ્ફી પણ એટલી જ પ્રખ્યાત થઇ હતી.

બ્રિટિન સાંસદને સંબોધન
મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા તેમણે અનેક દેશોને સંસદને સંબોધી છે. જે પોતાની રીતે એક અનોખી વાત છે. અને તેમાં પણ બ્રિટનની સાંસદને સંબોધિ તેમની એક નવો ચીલો ચીતર્યો છે.

મંગોલિયા જેવા દેશો
મોદી તેમના વિદેશ પ્રવાસો માટે જાણીતા છે. તેમણે તેવા અનેક દેશોની મુલાકાત કરી છે જ્યાં જનાર તે ભારતના પહેલા વડાપ્રધાન હોય મંગોલિયા પણ આ જ લિસ્ટમાં આવે છે. જ્યાં ભારતનો પહેલા વડાપ્રધાન તરીકે મોદી પહોંચ્યા હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
