વધુ 10 ચિત્તાને ભારત લાવવામાં આવશે, 10 જાન્યુઆરી સુધીમાં આવી શકે
ભારતમાં ચિત્તાઓને ફરી વસાવવાની દિશામાં વધુ એક પગલુ ભરાઈ રહ્યું છે. હવે વધુ 10 ચિત્તાઓને ભારત લાવવામાં આવશે.
નવી દિલ્હી : ભારતમાં ચિત્તાને ફરી વસાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે ફરી એક વખત વધુ ચિત્તા ભારત લાવવાની તૈયારી શરૂ કરાઈ છે. મળતી વિગતો અનુસાર હવે વધુ 10 ચિત્તાને લાવવામાં આવશે. પહેલી વખત નામિબિયાથી ચિત્તાને ભારત લવાયા હતા ત્યારે હવે દક્ષિણ આફ્રિકાથી વધુ એક ચિત્તાની ખેપ ભારત લવાશે.

સામે આવી રહેલી વિગતો અનુસાર પહેલી વખત લાવવામાં આવેલા ચિત્તાને ભારતીય વાતાવરણ પસંદ આવી રહી છે ત્યારે હવે સરકારે વધુ ચિત્તાને ભારત લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મુદ્દે વાત કરતા કુનો અભયારણ્યના ડીએફઓ પ્રકાશ વર્માએ જણાવ્યુ કે, ભારત સરકાર અને દક્ષિણ આફ્રિકા સરકાર વચ્ચે 12 ચિત્તા ભારત લાવવા વાતચીત થઈ છે અને અપેક્ષા છે કે ચિત્તાઓની બીજી બેચ 10 જાન્યુઆરી સુધીમાં મળી જશે. આ અંગે કુનો અભયારણ્યમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા વધુ 12 ચિત્તા માટે વધુ 8 વાડા તૈયાર કરાયા છે અને 6 વાડા પહેલાથી જ તૈયાર હતા. આમ કુલ 12 ચિત્તા માટે 14 વાડા તૈયાર છે.
અહીં તમને જણાવી દઈએ કે, નામિબિયાથી આવેલા તમામ ચિત્તા અભ્યારણમાં સેટ થઈ ચુક્યા છે. ભારતીય વાતાવરણ ચિત્તાઓને પસંદ આવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
