prayagraj Accident: મહાકુંભમાં સ્નાન કરવા પહોંચેલા શ્રદ્ધાળુઓને નળ્યો અકસ્માત, 10નાં મોત, 19 ઘાયલ
હાલ પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં દેશ દુનિયાના ખુણે ખુણેથી લોકો આવી રહ્યો છે, ત્યારે શુક્રવારે રાત્રે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો હતો. બોલેરો અને બસ વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 19 લોકો ઘાયલ થયા હતા. બધા મૃતકો છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા, જેઓ મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ પહોંચ્યા હતા.
અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને સીએચસી રામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શબઘરમાં રાખવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 લોકોના મોત થયા હતા. તે બધાની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે હતી. કહેવામાં આવી રહ્યું છે કે તે બધા સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા. બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના હતા, જેઓ સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહ્યા હતા.
પોલીસે જણાવ્યું કે બોલેરો અને બસ વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરો ટુકડા થઈ ગઈ. બધાના ઘટનાસ્થળે જ મોત થયા. બસમાં સવાર 19 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારી સારવાર માટે મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
