જમ્મુ-કાશ્મીરઃ જવાહર ટનલ પર હિમસ્ખલનમાં 10 પોલિસકર્મી ગાયબ, 3ના મોત
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગ પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલા હિમસ્ખલન થવાથી ઓછામાં ઓછા 10 પોલિસકર્મી ગાયબ જણાવવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ગુરુવારે જવાહર સુરંગ પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર થયેલા હિમસ્ખલન થવાથી ઓછામાં ઓછા 10 પોલિસકર્મી ગાયબ જણાવવામાં આવી રહ્યા છે. પોલિસ અને સેનાની રેસ્ક્યુ ટીમો ગાયબ પોલિસકર્મીઓને શોધવામાં લાગેલી છે. અનંતનાગમાં ત્રણ હજારના મોત થઈ ગયા જ્યારે બે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. રાજ્યમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે જીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.

એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે કાજીગુંડમાં જવાહર સુરંગના ઉત્તરી છેડે આ હિમસ્ખલન થયુ. આમાં 10 પોલિસકર્મી ફસાઈ ગયા જ્યારે 10 અન્ય પોલિસકર્મી સુરક્ષિત છે. ગાયબ લોકોમાં 4 જમ્મુ કાશ્મીર પોલિસના જવાન છે, 2 ડૉગ સ્ક્વૉડના અધિકારી, બે ફાયર સર્વિસમેન અને બે અન્ય લોકો હતા.
Latest visuals: Avalanche occurred near the police post in Jawahar Tunnel area in Kulgam district today. Rescue operation underway. #JammuAndKashmir pic.twitter.com/2JtMNUkmPl
— ANI (@ANI) 7 February 2019
એસએસપી કુલગામ હરમીત સિંહ અનુસાર બચાવ કાર્ય વ્યાપક ધોરણે ચલાવવામાં આવી રહ્યુ છે. સેના, પોલિસ તથા અન્ય સુરક્ષા બળ આ કાર્યમાં લાગેલા છે. આ તરફ અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારના સૌંદબરારી માગામમાં હિમસ્ખલનમાં એક મકાન સંપૂર્ણપણે દબાઈ ગયુ. આ ઘટનામાં દંપત્તિનું મોત થઈ ગયુ જ્યારે બચાવદળે બે બાળકોને સુરક્ષિત કાઢી દીધા છે. કાશ્મીર ઘાટીમાં બુધવારથી જ હિમવર્ષા થઈ રહી છે.
છેલ્લા 24 કલાકમાં કુલગામ જિલ્લામાં સૌથી વધુ હિમપાત થયો છે. જિલ્લાના અમુક ભાગોમાં પાંચ ફૂટ સુધીની હિમવર્ષા થઈ. સ્નો એન્ડ એવેલાંચ સ્ટડીઝ સ્ટેબ્લિશમેન્ટે આગામી 24 કલાક માટે જમ્મુ કાશ્મીરના 22 જિલ્લામાંથી 16 માટે વિવિધ સ્તરની હિમવર્ષાની ચેતવણી જારી કરેલી છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
