લખનઉમાં 1 લાખ રૂપિયાની પિચકારી બની આકર્ષણનું કેન્દ્ર

આ ખાસ પિચકારીની કિંમત સાંભળીને તમારા મનમાં જરૂર એક સવાલ પેદા થશે કે એવું તો શું છે આ પિચકારીમાં કે જેથી તેની કિંમત બધી છે? હકિકતમાં આ પિચકારી સામાન્ય ધાતુમાંથી નહી પરંતુ ચાંદીમાંથી બનાવવામાં આવી છે. આવું પ્રથમ વાર બન્યું છે કે જ્યારે ચાંદીની પિચકારી બજારમાં ઉતારવામાં આવી છે.
લખનઉના સરાફા બજારના સૌથી મોટા વેપારી કૈલાશ ચંદ્ર જૈને આ ખાસ પિચકારીને બજારમાં ઉતારી છે. જુના લખનઉમાં તેમની સોના-ચાંદીની દુકાન છે. કૈલાશ ચંદ્ર જૈનના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે લોકો પોતાની છોકરીઓના લગ્ન બાદ પહેલી વાર હોળી તહેવાર પર તેના સાસરી પક્ષને ચાંદી અથવા સોની કોઇ વસ્તુ ભેટમાં આપે છે. મેં વિચાર્યું કે હોળીના તહેવાર પર આવી કોઇ વસ્તુ બનાવવામાં આવે, જેનો સીધો સંબંધ આ તહેવાર સાથે હોય.
તેમને કહ્યું હતું કે કેટલાક લોકો હોળી અથવા દિવાળીના તહેવાર પર ચાંદી અથવા સોનાની કંઇપણ વસ્તુ લઇને રાખે છે. આ પિચકારીના રૂપમાં તહેવારનો તેમનો શોખ પણ પુરો થઇ જશે અને તેમની પાસે સંપત્તિ પણ થઇ જશે.
એક લાખ રૂપિયાની કિંમતની આ પિચકારી લગભગ દોઢ કિલોગ્રામ ચાંદીમાંથી બનાવવામાં આવી છે. પિચકારી સાથે બાલ્ટી પણ ચાંદીની જ છે. બાલ્ટી અને પિચકારીમાં ફૂલો જેવું નકશીકામ કરવામાં આવ્યું છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
કૈલાશ ચંદ્ર જૈને કહ્યું હતું કે જ્યારે ચાંદીની પિચકારી બનાવવાનો વિચાર મગજમાં આવ્યો તો મેં આ અંગે મારા પુત્ર અને દુકાનના કર્મચારીઓને આ અંગે જાણ કરી. તેમને ખુબ પ્રશંસા કરી.
કૈલાશ ચંદ્ર જૈનના જણાવ્યા અનુસાર અત્યાર સુધી લગભગ એક ડઝન પિચકારીઓ વેચાઇ ગઇ છે અને લગભગ 20થી વધુ ઓર્ડર બુક છે. જેમને બે દિવસમાં આપવામાં આવશે. એક પિચકારી બનાવવામાં કારીગરોને લગભગ 10 દિવસ જેટલો સમય લાગે છે.
કૈલાશ ચંદ્ર જૈને કહ્યું હતું કે પિચકારી બનાવવાનો નિર્ણય લીધા બાદ જ્યારે તેની કિંમત એક લાખ નક્કી કરવામાં આવી તો કર્મચારીઓના મનમાં થોડી શંકા હતી કે લોકો આટલી મોંઘી પિચકારી ખરીદશે કે નહી, પરંતુ વિચારધારા છે કે જો કોઇ ખાસ ચીજ બનાવવામાં આવે છે તો લોકો તેને ખૂબ પસંદ કરે છે અને તે વેચાય પણ છે.
આ બનાવટમાં ચાંદીની કેટલીક નાની પિચકારીઓ પણ બનાવવામાં આવી છે. જેની કિંમત ઓછી છે. કૈલાશ ચંદ્ર જૈનના જણાવ્યા અનુસાર લોકો ચાંદીની પિચકારી ખરીદવા માંગે છે પરંતુ તેમનું બજેટ વધુ નથી, તેમના માટે અમે આ બનાવટની નાની પિચકારીઓ બનાવી છે જેની કિંમત 30 થી 40 હજાર રૂપિયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
