મોરબીની ઓળખ સમો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ ધરાશાયી, 60 ના મોત
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝુલતો પૂલ તૂટવાના સમાચાર સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ઝુલતો પુલ ધરાશાયી થયો ત્યારે ઘણા લોકો પૂલ પર હાજર હતા.
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તૂટવાના સમાચાર સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે ઘણા લોકો પુલ પર હાજર હતા. આ તમામ લોકો પુલ તુટવાને કારણે નદીમાં પડી ગયા છે. અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાના અહેવાલ છે.

પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હતો
મોરબીમાં રવિવારની સાંજે લગભગ 7 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. ઝૂલતો પુલ તૂટવાને કારણે 400 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા છે. આમાંથી કેટલાક લોકોના મોત નદીમાં ડૂબી જવાથી થયા હોવાની શંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હતો. જે બાદ ચાલુ મહિનામાં દિવાળીના એક દિવસ બાદ એટલે કે 25 ઓકટોબરના રોજ ફરી તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો.
140 વર્ષથી વધુ જૂનો છે ઝૂલતો પુલ
મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી વધુ જૂનો છે. ઝૂલતા પુલની લંબાઈ લગભગ 765 ફૂટ છે. ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે લગભગ 3.5 લાખના ખર્ચે તેનું બાંધકામ 1880માં પૂર્ણ થયું હતું. તે સમયે આ બ્રિજ બનાવવા માટેની તમામ સામગ્રી ઈંગ્લેન્ડથી જ આયાત કરવામાં આવી હતી.
ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અત્યારે 8.10 કલાકે મોરબી જવા અમદાવાદ એરપોર્ટ થી રવાના થશે મીડિયાના મિત્રોએ વધુ વિગત જાણવા અમદાવાદ એરપોર્ટ પહોંચવા વિનંતી કરી છે.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022












Click it and Unblock the Notifications
