રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ ગુજરાતની મુલાકાત લીધે
ભારતના રાષ્ટ્રપતિની ચૂટણી 18 જુલાઇના રોજ યોજાવા જઇ રહી છે. તે પહેલા શાસક પક્ષ અને વિરોધ પક્ષોએ પોતા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દિધી છે. અને ઉમેદવારો દેશના અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ પક્ષના
ભારતના રાષ્ટ્રપતિની ચૂટણી 18 જુલાઇના રોજ યોજાવા જઇ રહી છે. તે પહેલા શાસક પક્ષ અને વિરોધ પક્ષોએ પોતા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દિધી છે. અને ઉમેદવારો દેશના અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે. ત્યારે આજે વિરોધ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.

યશવંત સિંહાએ જણાવ્યુ હતુ કે, દેશમાં અઘોષિત ઇમરજન્સી ચાલી રહ્યો છે. પત્રકારોને દબાવામાં આવી રહ્યો છે. તેના થી સાબિત થાય છે કે, અભિવ્યક્તિની સ્વતંત્ર પર તરાપ મારવામાં આવી રહી છે. જર્મની જેવા લોકતાત્રીક દેશે પણ ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા તેનો ઇન્કાર કર્યો હતો. પરંતુ આપણે બધા તે જાણીએ છીએ. અટલ બિહારી વાજપાઇ અને લાલકૃષ્ણ અડવાણી ઇમરજન્સીમાં જેલ ગયા હતા. અને આ બંને લોકો ગાંધીનગર લોકસભાની સીટ પરથી ચૂંટમી લડીને લોકસભા ગયા હતા. આજે તેમના પક્ષની સરકાર જ ઇમજન્સી લાવી દિધી છે.
રાષ્ટ્રપતિ પદના ઉેમેદવાર યશવંત સિંહાએ જણાવ્યુ હતુ કે, આજે ગુજરાતમાં સતત 144 ની કલમ લાગુ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એવી કઇ ડરવાની બાબત છે કે આ કલમ લગાવામાં આવી છે. હુ ગુજરાતમાં સતત આંદોલનનો ભાગ બનવામાં માટે આવતો રહુ છે. ગુજરાતમાં સામાજીક કાર્યક્રમ માટે પણ મંજૂરીની જરૂર પડે છે. ઇમરજન્સીમાં પણ આવી પરિસ્થિતિ નહોતી.
યશવંત સિહાએ જણાવ્યુ હતુ કે, આજના સમાજને સાંપ્રદાયિક રીતે વહેચવામાં આવે છે. આપણુ કર્તવ્ય છે કે આપણે સમાજને સાંપ્રદાયિક રીતે વહેચાતુ અટકાવું પડશે. જો આમ નહી થાય તો બધુ ખતમ થઇ જશે. ભારત 1946 માં સંવિધાનસભા બેઠી ત્યરે દેશમાં ઘણી અશાંતિ હતી. આવી અશાંતિ દેશના ઇતિહાસમાં આવી અશાંતિ ક્યારેય જોવા નથી મળી. તેમ છતા સંવિધાન સભાના નિર્માતાઓએ આપણને એવુ સંવિધાન આપ્યુ જેના પર આપણને ગૌરવ થાય છે. જે સંવિધાન ધર્મનિર્પેક્ષ સર્ક્યુલર છે જેમા નાગરીકોને અધિકાર આપવામાં આવ્યા આજે તે સંવિધાના મૂલ્યોને ખતમ કરવામાં આવી રહ્યા છે.
યશવંત સિંહાએ જણાવ્યું હતુ કે, આપાતકાલની જાહેરાત કર્યા વગર સંવિધાનને ખતમ કરવામાં આવી રહ્યા છે સંવિધાનીક સંસ્થાને ખતમ કરવામાં આવી રહી છે. અટલજી અને અટવાણીની પાર્ટી આજે ઇમરજન્સી લગાવી છે. અમે આવુ નથી થવા દેવાના રાષ્ટ્રપતિની ચૂંટણી છે તે એક મોટી લડાઇ છે. રાષ્ટ્રપતિ તરીકે જે જશે તે મૌલિક અધિકાર એટલ કે સંવિધાન બચાવા પ્રયાસ કરશે કે નહી. રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ ત્યાં બેસી જાય તો ખબર પડી જાય કે કેમ લાવામાં આવ્યા છે.
યશવંત સિંહાએ જણાવ્યું હતુ કે, હુ જે સંપ્રદાય કે જાતિ ધર્મમાથી આવુ છે તે કોઇ મતલબ નથી. આ લડાઇ બે વિચાર ધારાઓ વચ્ચે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોઇ વ્હીપ નથી હોતો. સંવિધાનના નિર્માતાઓએ કેમ આ સિસ્ટમ ના રાખી કેમ કે ચૂંટાયેલા પ્રતિનિધઈ પોતાની વિવિક બુદ્ધીનો ઉપોયગ કરે તે માટે આ પ્રાવધાન રાખવામાં આવ્યા છે.
જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંન્જો આબે પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતુ કે, જાપાન શાંતિ પ્રિય દેશ છે. આ પ્રકારની દુર્ઘટના પર ખેદ થાય છે. મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. અને તેમના જલ્દી સાજા થવાની કામના કરુ છુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
