ગામડાની દીકરીઓએ બનાવી દીધો 100 સેકન્ડમાં વિશ્વ રેકોર્ડ
રાજકોટ, 5 ફેબ્રુઆરીઃ મનમાં કંઇક અનોખું કરવાની ઇચ્છા અને જુસ્સો હોય તો વિશ્વ સમક્ષ તમે તમારી પ્રતિભાનો અનેરો પરચો આપી શકો છો. આવું જ કંઇક રાજકોટ સ્થિત કડવીબાઇ વીરાણી કન્યા વિદ્યાલય દ્વારા 4 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થિનીઓ 200 એડિબલ ફોટોકેઇક પર માત્ર 100 સેકન્ડમાં આઇસિંગ કરવાનો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જેની તસવીરો અહીં નીચે સ્લાઇડરમાં આપવામાં આવી છે.
વિદ્યાર્થિનીઓ દ્વારા ખગોળશાસ્ત્રને લગતા રંગીન ચિત્રો(70થી વધુ ધૂમકેતુના ચીત્રો, સૂર્ય મંડળના વિવિધ ગ્રહોના રંગીન ચિત્રો, ઇસરો દ્વારા છોડાયેલા 80થી વધુ કૃત્રિમ ઉપગ્રહો અને રોકેટ લોન્ચ વ્હિકલ્સ)ની સુગર પેપર પર એડિબલ પ્રિન્ટ કાઢી ફોટો કેઇક્સ બનાવીને તેના પર આઇસિંગ કરવામાં આવ્યું હતું.
આ અંગેની માહિતી આપતા શાળાના આચાર્યા સોનલબેન શાહે જણાવ્યું હતુ કે, શાળાના હોમસાયન્સ વિભાગની 100 વિદ્યાર્થિનીઓ દ્વારા ડેઝર્ટ ડેન બેકરીના કુનાલભાઇ કક્કડ પાસેથી એડિબલ ફોટો પ્રિન્ટિંગ એડિબલ ક્રીમ મેકિંગ, એડિમલ લીક્વીડ કેઇક પર સ્પ્રે વર્ક, વિવિધ ખાદ્ય સજાવટ, એડિબલ સ્માઇલીઝ વડે કેઇકને ગારનીશ કરીને કેઇકની સજાવટ શીખવામાં આવી હતી. શાળાની 100 વિદ્યાર્થિનીઓએ 100 સેકન્ડમાં બબ્બે ફોટો કેઇક પર બોર્ડર આઇસિંગ કરવામાં આવી હતી અને લીમકા બુક ઓફ રેકોર્ડ્ઝમાં વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો.
સૌથી રસપ્રદ વાત એ છે કે વિશ્વ વિક્રમ નોંધાવનાર 100 વિદ્યાર્થિનીઓમાં 60થી વધુ દીકરીઓ ગ્રામ્ય વિસ્તાર અને એ પણ 2થી 5 હજારની વસતી ધરાવતા નાના નાના ગામડામાંથી શાળાના કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. વિશ્વ વિક્રમ રચનાર આ દીકરીઓ ઉનાળા વેકશનમાં પોતાના ગામડાના સરપંચ અને ગ્રામ પંચાયતનો સહયોગ લઇને બહેનો માટે કેઇક અને અન્ય બેકરી પ્રોડક્ટ બનાવવાની તાલીમી શિબિરોનું આયોજન અને સંચાલન કરશે. જે થકી વિદ્યાર્થિનીઓને સામાજિક દાયિત્વ અને લીડરશિપની તાલીમ પણ મળી રહેશે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications