વિશ્વ પર્યાવરણ દિવસ 2024 - CM ભૂપેન્દ્ર પટેલે કર્યું નમો વડ વનનું નિરીક્ષણ
World Environment Day 2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ગાંધીનગરમાં નમો વડ વનની મુલાકાત લઈને નિરીક્ષણ અને વૃક્ષારોપણ કર્યું હતું.
દેશની આઝાદીના 75 વર્ષ પ્રસંગે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 2022 ના આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 33 જિલ્લાઓમાં 75 સ્થળોએ નમો વડ વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણની આ ગુજરાતની દિશા સૂચક પહેલ છે.
તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રિય એવા વડના વૃક્ષોના નમો વડ વનની 21 માર્ચના રોજ 2022માં ગાંધીનગરમાં વડ વૃક્ષ વાવીને શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રી ગાંધીનગરના આ નમો વડ વનની મુલાકાત માટે આજે સવારે પહોંચ્યા હતા, અને ત્યાં વાવવામાં આવેલા ફૂલ-છોડ રોપાઓ તથા અન્ય વ્યવસ્થાઓની જાત માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત દરમિયાન વન-પર્યાવરણના અગ્ર સચિવ સંજીવકુમારે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 75 સ્થળોએ નમો વડ વન ઊભા કરવાના નિર્ધાર સામે અત્યાર સુધીમાં 82 નમો વડ વન ઊભા થયા છે.
એટલું જ નહીં, પ્રથમ વર્ષે દરેક નમો વડ વનમાં 75 વડ રોપાઓનું વાવેતર કર્યા બાદ બીજા વર્ષે વધુ 100 વડ રોપાના વાવેતરથી વનોના ઘનિષ્ઠિકરણની દિશા આપણે લીધી છે. અત્યારે પ્રત્યેક નમો વડ વનમાં કુલ 175 વડના રોપાઓ વાવવામાં આવેલા છે.
ગાંધીનગરમાં એક હેક્ટર વિસ્તારમાં નિર્માણ થયેલા નમો વડ વનમાં વિવિધ પ્રજાતિઓના નાના-મોટા રોપા અને ફૂલ-છોડ વગેરે મળી સાડા છ હજાર રોપાઓનો ઉછેર થઈ રહ્યો છે. આવા નમો વડ વનમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને માટલા પદ્ધતિથી પાણીના મર્યાદિત ઉપયોગ સાથે છોડનો ઉછેર કરવામાં આવે છે.
આ ઉપરાંત નમો વડ વન લોકો માટે પર્યાવરણ પ્રિય પિકનિક સ્પોટ, પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તે માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, યોગ પ્લેટફોર્મ, બેસવા માટે બેન્ચિ્ઝ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના નમો વડ વનના સમગ્ર પરિસરની મુલાકાત લીધી તે વેળાએ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, અગ્ર સચિવ સંજીવકુમાર, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ યુ. ડી. સિંઘ, સામાજિક વનીકરણના અગ્ર મુખ્ય વન સંરક્ષક એ. પી. સિંઘ, ધારાસભ્ય રીટાબેન, મેયર હિતેશભાઈ મકવાણા તથા પદાધિકારીઓ પણ સાથે જોડાયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
