વાપીમાં થેલેસેમિયા અને સિકલસેલ એનિમિયાના દર્દીઓ માટે વર્કશોપ યોજાયો!
વાપીમાં ચલાની મેરીલ એકેડેમી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટીફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનીમિયાના દર્દીઓ ઉપર થતી અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો.
વાપીમાં ચલાની મેરીલ એકેડેમી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ફોર્ટીફાઇડ ઘટકતત્વોની થેલેસેમિયા તથા સિકલસેલ એનીમિયાના દર્દીઓ ઉપર થતી અસર અંગે જનજાગૃતિ વર્કશોપ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુ દેસાઈ અને નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી જીતુ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે આંગણવાડી કાર્યકર બહેનોને ટોકન ઓફ હેલ્થ સ્વરૂપે પોષણ કીટ આપવામાં આવી હતી.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે ફોર્ટીફાઇડ ચોખાનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં ચોખાના વધુ સેવનને કારણે થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા રોગ થાય છે, તેથી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં સરકારી યોજનાઓ હેઠળ ૭૧ લાખ રેશનકાર્ડ ધરાવતા ૩.૫ કરોડ લોકોને સામાન્ય ચોખાના સ્થાને ગુણકારી ફોર્ટીફાઇડ ચોખા આપવામાં આવશે. આ ચોખા વિશે અનેક અપ્રચાર પણ કરવામાં આવ્યા છે. પરંતુ આ ચોખા અદ્યતન લેબમાં બનાવવામાં આવે છે, ચોખાના લોટમાં લોહતત્વ, વિટામિન બી12 અને ફોલિક એસિડ જેવાં મહત્વના તત્વો ઉમેરી ફોર્ટીફાઇડ ચોખા બનાવવામાં આવે છે. તેથી તેનું વજન સામાન્ય ચોખા કરતા ઓછું હોય છે.
સરકારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે ત્રણ વર્ષ પહેલા નર્મદા જિલ્લામાં ફોર્ટીફાઈડ ચોખા વિતરણની શરૂઆત કરી હતી. હવે બીજા તબક્કામાં રાજ્યના ૧૪ જિલ્લાઓમાં આની શરૂઆત કરવામાં આવી રહી છે. નજીવા ભાવે ફોર્ટિફાઇડ મીઠું પણ આપવામાં આવે છે. રહી છે. સરકારનું ધ્યેય ગરીબોનું અનાજ સીધું ગરીબો સુધી જ પહોંચે એવું છે.
નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં થેલેસેમિયા અને સિકલસેલ એનીમિયા જેવા આનુવાંશિક રોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. ફોર્ટીફાઇડ ચોખા લોહતત્વની ગોળી કરતા વધુ ગુણકારી છે. તેમજ આ ચોખાના કોઈ ગેરફાયદા નથી. એનાથી માત્ર આરોગ્યમાં સુધારો જ થશે.
આ વર્કશોપમાં કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા નાયબ સચિવશ્રી એલ.પી.શર્મા અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ સંજય મોદીએ આ વર્કશોપની અગત્યતા સમજાવતા પ્રાસંગિક પ્રવચનમાં ફોર્ટીફાઈડ ચોખા બાબતે જનમાનસમાં પ્રવતતી ગેરમાન્યતાઓ દૂર કરી લોકોને સાચુ માર્ગદર્શન મળી રહે તે માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારોના ૩૩૫ સંચાલકોને જુદા જુદા વિષયોના તજજ્ઞોએ પ્રેઝેન્ટેશન દ્વારા સમજણ આપવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
